મોરબીઃ શહેરમાં કોરોનાનો એક પોઝિટિવ કેસ નોંધાયો છે અને કોરોના પોઝિટિવ દર્દી ઉમા ટાઉનશીપના ગીતાંજલિ એપાર્ટમેન્ટના રહીશ છે. જેથી આરોગ્ય વિભાગે બે એપાર્ટમેન્ટના રહીશોને હોમ ક્વોરેન્ટાઇન કર્યા હતા સાથે જ તમામ રહીશોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી.
મોરબીમાં કોરોના પોઝિટિવ રીપોર્ટ બાદ ટાઉનશીપના 3360 લોકોનું ચેકઅપ કરાયું
મોરબીમાં કોરોનાનો પ્રથમ પોઝીટીવ કેસ ઉમા ટાઉનશીપના રહીશમાં દેખાયા બાદ આરોગ્ય વિભાગે તુરંત બે એપાર્ટમેન્ટના તમામ રહીશોને હોમ ક્વોરેન્ટાઇન કર્યા હતા અને તમામના આરોગ્યની તપાસ પૂર્ણ કરવામાં આવી છે.
મોરબીમાં કોરોના પોઝીટીવ રીપોર્ટ બાદ ઉમા ટાઉનશીપમાં 3360 લોકોના ચેકઅપ
આ ચકાસણીમાંં કુલ 1632 ઘરના 3360 લોકોના આરોગ્ય ચકાસણી પૂર્ણ થઇ છે. તે દરમિયાન ત્રણ વ્યક્તિમાં શંકાસ્પદ લક્ષણો દેખાતા આઈસોલેશનમાં દાખલ કરી સેમ્પલ મોકલાયા હતા, જેને રીપોર્ટ પણ નેગેટીવ આવી ચૂક્યા છે અને તમામ રહીશોના ચેકઅપ દરમિયાન અન્ય કોઈને ચેક કે લક્ષણો દેખાયા ના હોય જેથી આરોગ્ય તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.