ગુજરાત

gujarat

ETV Bharat / state

હળવદના રણકાંઠાના જોગડ ગામે અજગરના બે બચ્ચાં મળી આવ્યા - news in Halwad

હળવદના રણકાંઠાના જોગડ ગામે અજગરના બે બચ્ચાં મળી આવ્યા હતા. રણકાંઠાના ગામમાં બે અજગરના બચ્ચા મળી આવતા લોકોમાં કુતુહલવશ જાગ્યું હતું. આ બનાવની જાણ હળવદ વન વિભાગની ટીમને થતાં ઘટનાસ્થળે દોડી ગઈ હતી. બાદમાં બન્ને અજગરના બચ્ચાઓનું સલામતપૂર્વક રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા.

હળવદના રણકાંઠાના જોગડ ગામે અજગરના બે બચ્ચા મળી આવ્યા
હળવદના રણકાંઠાના જોગડ ગામે અજગરના બે બચ્ચા મળી આવ્યા

By

Published : Dec 14, 2020, 5:15 PM IST

Updated : Dec 14, 2020, 5:34 PM IST

  • રણકાંઠાના ગામોમાં અજગરના બચ્ચાઓ મળી આવ્યા
  • અજગરના બચ્ચાને જોવા લોકો ઉમટી પડ્યા
  • વન વિભાગની ટીમને જાણ થતા બચ્ચાઓનું રેક્સ્યું

મોરબી : હળવદના રણકાંઠાના જોગડ ગામે અજગરના બે બચ્ચાં મળી આવ્યા હતા. રણકાંઠાના ગામમાં બે અજગરના બચ્ચા મળી આવતા લોકોમાં કુતુહલવશ જાગ્યું હતું. આ બનાવની જાણ હળવદ વન વિભાગની ટીમને થતાં ઘટનાસ્થળે દોડી ગઈ હતી. બાદમાં બન્ને અજગરના બચ્ચાઓનું સલામતપૂર્વક રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા.

બચ્ચાઓને ધ્રાંગધ્રાના ખારમાં સુરક્ષિત સ્થળે ખસેડાયા

મળતી માહિતી મુજબ હળવદના રણકાંઠાના જોગડ ગામે સૂકા ભઠ રણ વિસ્તારમાં બે અજગરના બચ્ચા આવી ચડ્યા હતા. રણકાંઠાના ગામમાં બે અજગરના બચ્ચા જોવા મળતા આસપાસના ગામના લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા. બાદમાં ગામના યુવાનો દ્વારા આ બનાવની જાણ હળવદની જાણ વન વિભાગની ટીમને કરવામાં આવતા અધિકારી કનકસિંહ અને એ. એ. બીહોલા સહિતની ટીમ હળવદના જોગડ ગામે દોડી ગયા હતા અને બન્ને અજગરના બચ્ચાઓનું સલામતીપૂર્વક રેસ્ક્યુ કરીને બન્ને અજગરના બચ્ચાઓને વન વિભાગ દ્વારા ધ્રાંગધ્રાના ખારામાં સુરક્ષિત સ્થળે છોડી દેવામાં આવ્યા હતા.

Last Updated : Dec 14, 2020, 5:34 PM IST

ABOUT THE AUTHOR

...view details