મોરબીઃ મૂળ મોરબી જિલ્લાના વતની અને ફિલિપાઈન્સમાં રહીને અભ્યાસ કરતા 14 વિદ્યાર્થીઓ પોતાના વતન પરતા ફરતા તેને જોધપર ગામે આવેલી આદર્શ નિવાસી શાળામાં ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. આ છાત્રોને 14 દિવસ અહીં રાખીને બાદમાં પોતાના ઘરે જવા દેવામાં આવશે.
ફિલિપાઈન્સથી 14 વિદ્યાર્થીઓ પોતાના વતન પરત ફર્યા, તમામને ક્વોરેન્ટાઇન કરાયા
સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસ મહામારીને લીધે લોકડાઉન લાદવામાં આવ્યું છે અને લોકો જે-તે સ્થળે અટવાયા છે. ત્યારે ભારત સરકાર દ્વારા વંદે ભારત મિશન હેઠળ વિદેશથી પોતાના વતન લોકોને પરત લાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. એવામાં મૂળ મોરબી જિલ્લાના વતની અને ફિલિપાઈન્સમાં રહીને અભ્યાસ કરતા 14 વિદ્યાર્થીઓ પોતાના વતન પરતા ફરતા તેને જોધપર ગામે આવેલી આદર્શ નિવાસી શાળામાં ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.
સરકારના આદેશ પ્રમાણે જે વિદ્યાર્થીઓ વિદેશથી પોતાના વતન આવી રહ્યા છે. તેઓને નજીકના જિલ્લામાં ક્વોરોન્ટાઇન ફેસેલિટીમાં રાખવામાં આવી રહ્યા છે. જેથી મોરબી જિલ્લાના ૧૪ વિદ્યાર્થીઓ ફિલિપાઈન્સથી પરત ફરતા તેઓને મોરબીના જોધપર ગામે આવેલી આદર્શ નિવાસી શાળામાં ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. આ વિદ્યાર્થીઓમાં મોટાભાગના મેડિકલના વિદ્યાર્થીઓ છે. આ ૧૪ વિદ્યાર્થીઓ બુધવારે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતાં.
જ્યાંથી તેઓને પોતાની પસંદગી મુજબ મોરબી લઈ આવવામાં આવ્યા હતા. હવે આ વિદ્યાર્થીઓને ૧૪ દિવસનો ક્વોરોન્ટાઇન પિરિયડ પૂર્ણ થયે પોતાના વતન મોકલી દેવામાં આવશે. તેમ આરોગ્ય વિભાગ પાસેથી જાણવા મળ્યું હતું.