ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીના બંગાવાડી ગામ નજીકનો બેઠો પુલ તૂટતા લોકો પરેશાન - ટંકારામાં વરસાદ

કોરોનાના કહેર વચ્ચ રાજ્યમાં છેલ્લા પાંચ દિવસથી ધોધમાર વરસાદની શરુઆત થઇ છે, ત્યારે અનેક જગ્યાએ ખાડા-ખબડા, પુલ ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી રહી છે. ટંકારાના બંગાવાડી ગામ નજીકનો બેઠો પુલ ધરાશાયી થતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

Morbi News
Morbi News

By

Published : Jul 8, 2020, 10:35 AM IST

મોરબીઃ ટંકારાની બંગાવડી નદી પરનો બંગાવડી ડેમ ઓવરફલો થતાં નદીમાં નવા નીર આવ્યા હતા. જેથી બંગાવડી ગામ નજીક પર આવેલા પુલ પર પાણી ફરી વાળ્યા હતા અને ધસમસતા પ્રવાહમાં પુલ તૂટી ગયો હતો. આ મામલે જિલ્લા પંચાયતના આર.એન્ડ બી વિભાગને જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

બંગાવાડી ગામ નજીકનો બેઠો પુલ ધરાશાયી

ટંકારાનો બંગાવડી ડેમ ઓવરફ્લો થતાં તેનું પાણી બંગાવડી ગામ પાસે આવેલા પુલ ઉપરથી ફરી વળ્યું હતું અને પાણીના ઘસમસતા પ્રવાહમાં પુલ તૂટી ગયો હતો. આ અંગે ગામના સરપંચ જીજ્ઞેશભાઈ દેત્રોજાએ જણાવ્યું કે, જિલ્લા પંચાયત હસ્તકનો આ પુલ તૂટી ગયો છે. જેથી પુલ તૂટવા અંગે જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના અધિકારીને જાણ કરવામાં આવી છે.

હાલ અહીંથી વાહનો પસાર થઈ શકે તેમ નથી. જેથી ધ્રોલ તરફ આવવા કે જવા માટે હવે વાહનચાલકોને 20 કિલોમીટર ફરવું પડશે.

ABOUT THE AUTHOR

...view details