મોરબીઃ મોરબીના સીરામીક એકમમાં કામ કરતા મજૂરોને તેમના વતન ટ્રેન મારફત પોહચાડવાની વ્યવસ્થા સીરામીક એસો. દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે સીરામીક સિવાયના અન્ય જગ્યાએ રોજીરોટી મેળવતા યુપીના મજૂરોને ટ્રેન મારફતે વતન પોહચડવા મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા તંત્રના સહયોગથી પ્રયાસો હાથ ધરાયા હતા.
શહેરમાં યંગ ઇન્ડિયા ગૃપ અને યુવા આર્મી ગૃપ દ્વારા સીરામીક સિવાયના મજૂરોને ટ્રેન મારફત વતનમાં પહોંચાડવા માટે રેજીસ્ટ્રેશન સહિતની અસરકારક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી જે પૈકી આજે કલેકટર તંત્રના સહયોગથી યુપીના ગોરખપુરના મોરબી શહેરમાં રહેલા 1200થી વધુ મજૂરો અને હળવદમાં ફસાયેલા 413 શ્રમિકોને ટ્રેન મારફત વતન મોકલવામાં આવ્યા હતા.
આ તકે ભાજપ અગ્રણી પ્રદીપભાઈ વાળા સહિતના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ટ્રેન રવાના થઈ ત્યારે તમામ શ્રમિકો ભારત માતા કી જયના નાદ સાથે હર્ષોલ્લાસભેર ખુશી વ્યક્ત કરી હતી.
મોરબીના સીરામીકમાં કામ કરતા મજૂરોને તેમના વતન ટ્રેન મારફત પોહચાડવાની વ્યવસ્થા સીરામીક એસો. દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે સીરામીક સિવાયના અન્ય જગ્યાએ રોજીરોટી મેળવતા યુપીના મજૂરોને ટ્રેન મારફત પોહચડવા મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા તંત્રના સહયોગથી પ્રયાસો હાથ ધરાયા હતા. જેમાં યુવા આર્મી ગ્રુપ સહિતની સંસ્થાની મદદથી મજૂરોની નોંધણી કરી મજૂરોને તેમના સ્વખર્ચે ટ્રેનમાં જવાની વ્યવસ્થા કરાઈ હતી.