પ્રથમ બનાવમાં મોરબીના ક્રિષ્નાનગર-2 ખાતે રહેતા જયેશ લખધીર બાઈક લઈને લૂંટાવદર ગામ નજીકથી પસાર થઈ રહ્યા હતા. આ સમયે કારે હડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચતી તેમનું મૃત્યું નીપજ્યું હતું. જ્યારે બીજા બનાવમાં શનાળા રોડ પર આવેલા ઉમા પાર્ટી પ્લોટ પાછળ ખારી વિસ્તારમાંરૂપાલી મંડેલ નામની ત્રણ વર્ષની બાળકી રમી રહી હતી. ત્યારે બોલરોના ચાલકે તેને હડફેટે લેતા તેનું મોત નીપજ્યું હતું.
મોરબીમાં ત્રણ અલગ-અલગ બનાવમાં બાળકી સહીત ત્રણના મોત - police
મોરબી: શહેરમાં અલગ-અલગ બનાવમાં એક બાળકી સહિત બેના મૃત્યું નીપજ્યું હતું. તો અન્ય એક બનાવમાં મકાનના ઉપરથી નીચે પટકાતા વૃદ્ધનું મોત થયું હતું. આ બનાવ અંગે મોરબી પોલીસે નોંધ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
MRB
આ ઉપરાંત ત્રીજા બનાવમાં લખધીર વાસમાં મકાનનું કામ ચાલી રહ્યું હતું. ત્યાં કડિયા કામ કરતા વાલજી હડિયલ કોઈ કારણોસર નીચે પટકાતા તેઓનું મૃત્યુ નીપજ્યું હતું. આ ત્રણ અલગ-અલગ બનાવ અંગે મોરબી પોલીસે નોંધ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.