ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીના યુવાને માત્ર 2 સેમીના ચોક પર કંડારી PM મોદીની પ્રતિકૃતિ

મોરબી: ગુજરાતમાં પ્રજાપતિ સમાજ એ કલા કારીગરીનો વારસો ધરાવનાર સમાજ છે. માટીમાંથી માટલા બનાવવા સહિતની કારીગરી માટે પ્રજાપતિ સમાજ જાણીતો છે. ત્યારે મોરબી નજીક આવેલા ગામના પ્રજાપતિ યુવાન પોતાના અનોખા શોખને પાંખો આપી રહ્યો છે. આ યુવાને માત્ર 2 સેન્ટીમીટરની ચોકસ્ટીક પર નરેન્દ્ર મોદીની પ્રતિકૃતિ કંડારી છે.

આ યુવાને માત્ર 2 સેન્ટીમીટર ચોકસ્ટીક પર PM મોદીની પ્રતિકૃતિ કંડારી

By

Published : May 26, 2019, 4:59 PM IST

મોરબીમાં આવેલી મકનસર ગામમાં રહેલા કમલેશ અમૃતલાલ નગવાડીયા નામના પ્રજાપતિ યુવાન તેની અનોખી કલા કારીગરી માટે જાણીતા છે. આ અગાઈ પણ તેણે સોપારીમાંથી વિવિધ વસ્તુઓ બનાવી હતી. તાજેતરમા આ યુવાને વધુ એક નવી પ્રતિકૃતિ બનાવી છે. જેમાં તેણે બ્લેક બોર્ડમાં વપરાતા ચોકસ્ટીક પર નરેન્દ્ર મોદીની પ્રતિકૃતિ કંડારી છે. જે માત્ર 2 સેન્ટીમીટર લંબાઈ ધરાવતા ચોકસ્ટીકમાં સોયની મદદથી નરેન્દ્ર મોદીની પ્રતિકૃતિ કંડારી છે.

આ યુવાને માત્ર 2 સેન્ટીમીટર ચોકસ્ટીક પર PM મોદીની પ્રતિકૃતિ કંડારી

નાની એવી ચોકસ્ટીકમાં પીએમની પ્રતિકૃતિ કંડારવી એ સરળ કાર્ય નથી. આગામી દિવસોમાં રાજકોટમાં આવેલા રેષકોર્ષ મેદાન ખાતે આર્ટ ગેલેરીમાં પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલું છે. જેમાં મોરબીના આ યુવાનની અનોખી પ્રતિકૃતિ તેમજ અન્ય એક માટીમાંથી બનાવવામાં આવેલ નરેન્દ્ર મોદીનું સ્ટેચ્યુ પ્રદર્શનમાં મુકવામાં આવશે. સાથે આ સ્ટેચ્યુ પ્રદર્શન નિહાળવા આવેલા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બનશે.

ABOUT THE AUTHOR

...view details