હળવદ: માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી રજીસ્ટ્રેશન કરવા માટે મોટી સંખ્યામાં ખેડૂતો માર્કેટ યાર્ડ ખાતે આવ્યા હતા, ત્યારે માર્કેટીંગ યાર્ડની ઓફિસની બાજુમાં જ ખેડૂતોને ભારે ભીડ જામી હતી. તે દરમિયાન હળવદના માથક ગામના લલિતભાઈ શાંતિલાલ ઠક્કરનો દીકરો થેલામાં રોકડ રકમ ભરીને જતો હતો ત્યારે થેલાને ચેકોમારીને અંદાજે પાંચ લાખ રૂપિયા ઉઠાતરી કરીને ત્રણ શખ્સો નાસી છૂટયા હતા. જે CCVમાં કેદ થયા હતા.
હળવદ માર્કેટિંગ યાર્ડમાંથી ખેડૂતના થેલામાંથી 5 લાખ રૂપિયાની ચીલઝડપ
હળવદ માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી રજીસ્ટ્રેશન કરવા માટે મોટી સંખ્યામાં ખેડૂતો માર્કેટ યાર્ડ ખાતે આવ્યા હતા, ત્યારે માર્કેટીંગ યાર્ડની ઓફિસની બાજુમાં જ ખેડૂતોને ભારે ભીડ જામી હતી. તે દરમિયાન હળવદના માથક ગામના લલિતભાઈ શાંતિલાલ ઠક્કરનો દીકરો થેલામાં રોકડ રકમ ભરીને જતો હતો ત્યારે થેલાને ચેકોમારીને અંદાજે પાંચ લાખ રૂપિયા ઉઠાતરી કરીને ત્રણ શખ્સો નાસી છૂટયા હતા. જે CCVમાં કેદ થયા હતા.
હળવદ માર્કેટિંગ યાર્ડમાંથી ખેડૂતના થેલામાંથી ૫ લાખ રૂપિયાની ચીલઝડપ
ત્રણ અજાણ્યા શખ્સો વેપારીનો થેલો કાપીને રૂપિયા પાંચ લાખની રકમ લઇ ગયા હોવાની જાણ થતા જ આજુબાજુના વેપારીઓ અને ખેડૂતો તથા માર્કેટીંગ યાર્ડના કર્મચારીઓ દોડી આવ્યા હતા. બાદમાં માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી મહેશભાઈ પટેલને જાણ થતા CCTV કેમેરાના ફૂટેજ તપાસ કરતા ત્રણ શખ્સો શંકાસ્પદ રીતે કેમેરામાં કેદ થયા હતા. ધટનાની જાણ હળવદ પોલીસને કરવામાં આવતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવીને CCTV ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.