- શિક્ષકના બંધ મકાનમાંથી રૂપિયા 31 હજારના મુદ્દામાલની ચોરી
- શિક્ષકની દાહોદ ખાતે બદલી થતા બંઘ મકાનને તરસ્કરોએ નિશાન બનાવ્યું
- રૂપિયા 25 હજાર રોકડા તથા અન્ય વસ્તુઓની કરી ચોરી
મોરબી : હળવદ પંથકમાં વધુ એક ચોરીનો બનાવ સામે આવ્યો છે. જેમાં હળવદ નજીક આવેલા શિક્ષકના બંધ હાલતમાં રહેલા મકાનમાંથી તસ્કરો રૂપિયા 31 હજારના મુદ્દામાલની ચોરી કરી ગયા હતા. શિક્ષકની દાહોદ ખાતે બદલી થયા બાદ બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે તપાસ હાથ ધરી છે.
શિક્ષકની દાહોદ ખાતે બદલી થતા બંઘ મકાનને તરસ્કરોએ નિશાન બનાવ્યું હળવદ પંથકમાં ચોરીની ઘટના
હળવદ પંથકમાં ઠંડી વધવાની સાથે તસ્કરોનો તરખાટ પણ જાણે બેકાબુ બન્યો હોય તેમ હમણાંથી ચોરીનો એક પછી એક બનાવો સામે આવી રહ્યા છે. હળવદ પંથકમાં વધુ એક ચોરીના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદની સુનિલનગર સોસાયટીમાં રહેતા શિક્ષક જીજ્ઞેશભાઈ હરજીવનભાઈ વાઢેરની દાહોદ ખાતે બદલી થઈ ગઈ છે. આથી, તેમનું હળવદમાં આવેલું મકાન બંધ હાલતમાં છે. તેથી, તસ્કરોએ શિક્ષકના આ બંધ મકાનમાં ખાતર પાડ્યું હતું. તસ્કરોએ તેમના ઘરમાં ઘૂસીને ઘરમાં રહેલા રૂપિયા 25 હજાર રોકડા તથા અન્ય વસ્તુઓ મળીને કુલ રૂપિયા 31 હજારના મુદ્દામાલની ચોરી કરી ગયા હતા. આ બનાવની જાણ થતાં હળવદ પોલીસે તસ્કરોને ઝડપી લેવા રાબેતા મુજબની તપાસ હાથ ધરી છે.