ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીની બંધ સિરામિક ફેકટરીમાંથી લાખોની મશીનરીના પાર્ટ્સની ચોરી

મોરબીના રંગપર ગામ નજીક છેલ્લા સાતેક મહિનાથી બંધ પડેલી સિરામિક ફેક્ટરીમાંથી મશીનરીના પાર્ટ્સની લાખોની મત્તા તસ્કરો ચોરી કરી ગયા હોવાની ફરિયાદ ફેકટરીના પાર્ટનરે મોરબી તાલુકા મથકમાં નોંધાવી છે.

મોરબી
મોરબી

By

Published : Aug 7, 2020, 12:01 PM IST

મોરબી: મોરબીના રંગપર ગામ નજીક છેલ્લા સાતેક મહિનાથી બંધ પડેલી સિરામિક ફેક્ટરીમાંથી મશીનરીના પાર્ટ્સની લાખોની મત્તા તસ્કરો ચોરી કરી ગયા હોવાની ફરિયાદ ફેકટરીના પાર્ટનરે મોરબી તાલુકા મથકમાં નોંધાવી છે.

મોરબીની શ્રીમદ સોસાયટીના રહેવાસી અને સ્ટેનફોર્ડ સિરામિક ફેકટરીના પાર્ટનર મનોજભાઈ સવજીભાઈ અઘારાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે રંગપર ગામની સીમમાં સ્ટેનફોર્ડ સિરામિક નામનું વિટ્રીફાઈડ કારખાનું છે અને હાલ સિરામિક ધંધામાં મંદી ચાલતી હોવાથી છેલ્લા સાતેક માસથી કારખાનું બંધ હતું અને ફેકટરીએ ભાગીદારો અવરજવર કરતા હતા અને કારખાનું વેચવાનું હતું.

આ દરમિયાન તારીખ 15 જુલાઇના રોજ ભાગીદારોએ કારખાનામાં સફાઈ કરાવી હતી અને બાદમાં તારીખ 30 જુલાઇના રોજ ફેકટરી- પાર્ટીને બતાવવા ગયા હતા ત્યારે પ્લાન્ટની મશીનરી બતાવવા જતા ડીજીટલ રૂમની અંદર રહેલી મશીનમાં ફીટ કરેલા હેડ નંગ 9, ઇલેક્ટ્રિક સીરીઝના કાર્ડ નંગ 15 ચોરી થયાનું જાણવા મળ્યું હતું. જ્યારે કારખાનું મહિનાઓથી બંધ હતું જેથી સીસીટીવી પણ બંધ હાલતમાં હતા.

કારખાનામાંથી કંપનીના ડીજીટલ પ્લાન્ટના રૂમમાં આવેલી મશીનમાંથી શીન હેડ નંગ 9 કિંમત રૂપિયા 3,60.000 અને ઇલેક્ટ્રિક કાર્ડ નંગ 15 જેની કિંમત રૂપિયા 4,50.000 મળીને કુલ 8,10,000 ની મત્તા ચોરી થયાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસે નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details