મળેલ માહિતી મુજબ મોરબીના ગોર ખીજડીયા ગામમાં બુધવારે સવારે એક ઈસમ દારૂના નશામાં હોવાથી લથડીયા ખાતો ફરતો હતો. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, આ ઇસમ મહિલાઓની પજવણી કરતો હતો. જેથી ગ્રામજનોએ આ ઈસમને ઝડપી લીધો હતો અને થાંભલા સાથે બાંધી દીધો હતો. આ શખ્સ પાસે રહેલા થેલાની તલાશી લેતા દેશી દારૂના અસંખ્ય બુંગીયા મળી આવ્યા હતા. જેને પગલે ગ્રામજનોએ તુરંત તાલુકા પોલીસને આ અંગે જાણ કરી હતી. આ શખ્સને તાલુકા પોલીસને સોંપવામાં આવ્યો હતો.
મોરબીના ગોર ખીજડીયા ગામે મહિલાની પજવણી કરનારને ગ્રામજનોએ ઝડપ્યો - gujaratinews
મોરબીઃ જિલ્લાના ગોર ખીજડીયા ગામમાં બુધવારે ગ્રામજનોએ મહિલાની પજવણી કરતા એક ઈસમને ઝડપી લીધો હતો. ત્યારબાદ તેને થાંભલા સાથે બાંધીને પોલીસને જાણ કરી અને તાલુકા પોલીસને સોંપવામાં આવ્યો હતો.
ગોર ખીજડીયા ગામે મહિલાની પજવણી કરનારને ગ્રામજનોએ ઝડપ્યો
ઉલ્લેખનીય છે કે, ગ્રામજનોની જાગૃતતાને પગલે આ ઇસમને ઝડપી લેવામાં આવ્યો હતો. જે મહિલાઓની પજવણી કરતો હતો તો તલાશી લેતા દેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે, જે વેચાણના ઈરાદે રાખ્યો હતો કે કેમ તે અંગે પોલીસ તપાસ બાદ જાણી શકાશે.