ટંકારા તાલુકાના લજાઈ ગામની પંચાયત કચેરીને તાળાબંધી કરવામાં આવી અને ગ્રામજનો દ્વારા DDOને આવેદન પાઠવી જણાવવામાં આવ્યું કે, લજાઈ ગામમાં વિકાસના કામ ન થવાથી ઉપ-સરપંચ અને સભ્યોની હાજરીમાં ગ્રામસભા બોલાવવામાં આવી હતી. આ સભામાં વિકાસ કાર્યો ન થતા હોવાની ચર્ચા કરવાની હતી, પરંતુ સરપંચ હાજર ન રહેવાથી હાજર સભ્યો દ્વારા ગ્રામ પંચાયતને તાળાબંધી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
ટંકારાના લજાઈ ગામે વિકાસ કામો ન થતા ગ્રામ પંચાયતને તાળાબંધી - ટંકારાના તાજા સમાચાર
મોરબી: ટંકારા તાલુકાના લજાઈ ગામે વિકાસના કામો થતા ન હોવાથી ગ્રામજનોએ પંચાયતના સભ્યોને સાથે રાખી પંચાયતને તાળાબંધી કરી હતી.
ટંકારાના લજાઈ ગામે વિકાસ કામો ન થતા ગ્રામ પંચાયતને તાળાબંધી
મળતી માહિતી મુજબ, લજાઈ ગ્રામ પંચાયતમાં પાણીની પાઈપલાઈન, સીસીરોડ, ભૂગર્ભ ગટર, તથા જરૂરી દાખલા જેવા કાર્યો થતા ન હોવાથી તાળાબંધી કરવામાં આવી છે.