- હળવદના માથક ગામે અબોલ પશુ પર હુમલો
- ગૌવંશ પર હુમલો થતા ગૌ પ્રેમીઓમાં રોષની લાગણી
- માથક ગામના સરપંચએ પોલીસમાં અજાણ્યા શખ્સો સામે નોંધાવી ફરિયાદ
- પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી
મોરબીઃ હળવદના માથક ગામે બે દિવસ પહેલા સાત જેટલા ગૌવંશ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે ઘાતકી હુમલો કર્યાનો બનાવ પ્રકાશમાં આવતા ગૌ-પ્રેમીઓઓમાં ઉગ્ર રોષ વ્યાપી ગયો છે. આ નરાધમોને કડકમાં કડક સજા થાય તે માટે ગામના સરપંચે અજાણ્યા શખ્સો સામે ગૌવંશ ઉપર હુમલો કર્યાની હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
ગૌવંશ પર હુમલો થતાં ગૌ પ્રેમીઓમાં રોષની લાગણી
હળવદ પોલીસ મથેકથી મળતી વિગતો મુજબ માથક ગામે પાણીના ટાંકા પાસે જાહેરમાં સાત જેટલા ગૌવંશ ઉપર કોઈ ધારદાર હથિયારો વડે નિર્દયી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ગત્ત તારીખ 10 ના રોજ કોઇ અજાણ્યા ઇસમે ગાય જીવ-1 તથા ખુંટીયા જીવ 6 ને કોઇ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. આટલા ગૌવંશ ઉપર હુમલો કરાતા ગૌપ્રેમીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.