- ઉનાળામાં અગાસી પર સૂવા આવતા પાડોશીઓની કરાઈ પૂછપરછ
- માનસિક અસંતુલિત યુવતી સાથે અજાણ્યા સખ્સે આચર્યું હતું દુષ્કર્મ
- બાળક સાથે આરોપીના ડીએનએ મેળવતા મળ્યું આરોપીનું પગેરૂ
મોરબીઃ જિલ્લાના એક પંથકમાં દુષ્કર્મનો બનાવ બન્યો હતો. જેમાં ભોગ બનનારી યુવતીના ભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, તેની બહેન માનસિક અસંતુલિત હોય જેની સાથે અજાણ્યા ઈસમેં બળજબરીથી અવારનવાર શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચરી સાડા પાંચથી છ મહિનાનો ગર્ભ રાખી દીધો હતો. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ ચલાવી હતી. જેમાં જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરાની સૂચના અને ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ માળિયા પીએસઆઈ નરેન્દ્રસિંહ ચૂડાસમાની ટીમે છ શંકાસ્પદની ઉલટ તપાસ અને પૂછપરછ કરી હતી. તેમ જ આરોપીના ડીએનએ પૃથક્કરણ કર્યા બાદ આરોપીનું પગેરું મેળવવામાં પોલીસને સફળતા મળી હતી અને દુષ્કર્મ આચરનાર નરાધમ અબ્દુલ હાજી કાજેડીયા નામના 21 વર્ષના શખસને માળિયા પોલીસ ટીમે દબોચી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
માળિયા પોલીસે આરોપી સામે તપાસ ચલાવી હતી