ગુજરાત

gujarat

ETV Bharat / state

દેશી દારૂ પ્રકરણમાં ઠાકોર સેનાના અગ્રણીનું નામ આવ્યું સામે

મોરબીઃ શહેરમાં દેશી અને વિદેશી દારૂના વેચાણને રોકવા કાર્યરત પોલીસની ટીમે તાજેતરમાં બાતમીને આધારે દરોડો કરતા સિરામિક સીટીમાં રહેતી મહિલાના ઘરમાંથી દેશી દારૂ મળી આવ્યો હતો. જે દારૂ પ્રકરણમાં ઠાકોર સેનાનો અગ્રણી પણ સંડોવાયેલો હોવાનું બહાર આવ્યુ છે.

સ્પોટ ફોટો

By

Published : Apr 15, 2019, 7:42 AM IST

Updated : Apr 15, 2019, 8:20 AM IST

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી બી ડીવીઝન પોલીસે સિરામિક સીટીના ના I-6ના 7માં માળે બ્લોક નં 702 માં રહેતા રસીલાબેન રમેશભાઈ સોલંકીના ઘરમાં દરોડો કરતા 15 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો.

આ સાથે જ દારૂનો જથ્થો આરોપી ભરત સોમા બજાણીયાનું નામ પણ બહાર આવ્યુ છે. આરોપી ભરત કોળી મોરબી જિલ્લા ઠાકોર સેનાનો અગ્રણી છે અને ઠાકોર સેનાના કાર્યક્રમોના આયોજન પણ ભૂતકાળમાં તેમના દ્વારા કરવામાં આવ્યા હતા અને ઠાકોર સેનાના સુપ્રીમોએ ગુજરાતને નશામુક્ત બનાવવાનું અભિયાન ચલાવી બાદમાં તેઓએ રાજનીતિમાં ઝંપલાવ્યું હતું ત્યારે મોરબીમાં ઠાકોર સેનાનો અગ્રણી દારૂ વેચાણ કરતો હોય તેવા ઘટસ્ફોટથી ચકચાર મચી જવા પામી છે.

બી ડીવીઝન પોલીસના કિશોરદાન ગઢવીની બાતમીનેને આધારે બી ડીવીઝન પોલીસ મથકના પરેશભાઈ પરમાર, પી એમ. પરમાર, કે જી. ગઢવી અને કે ડી. ચાવડા તેમજ એ પી. જાડેજા સહિતની ટીમે દરોડો કર્યો હતો અને કાયદકીય કાર્યવાહી હાથ ધરી છે.

Last Updated : Apr 15, 2019, 8:20 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details