ગુજરાત

gujarat

મોરબી જીલ્લા પંચાયતમાં વિવિધ કમિટીઓની રચના, વરસાદથી થયેલ નુકશાન અંગે સરકારને રજૂઆત કરાશે

By

Published : May 22, 2021, 10:04 AM IST

જીલ્લા પંચાયતની શુક્રવારે સામાન્ય સભા પ્રમુખ ચંદુભાઈ શિહોરા અને ડીડીઓ પરાગ ભગદેવના અધ્યક્ષસ્થાને પંચાયતની સામાન્ય સભા યોજાઈ હતી જે બેઠકમાં વિવિધ કમિટીઓની રચના કરવામાં આવી હતી તે ઉપરાંત અનેક એજન્ડાઓને બહાલી આપવામાં આવી હતી.

jilla
મોરબી જીલ્લા પંચાયતમાં વિવિધ કમિટીઓની રચના, વરસાદથી થયેલ નુકશાન અંગે સરકારને રજૂઆત કરાશે

  • તૌકતેના કારણે નુક્સાનની સમિક્ષા માટે કમિટી બનાવવામાં આવશે
  • મોરબીમાં જીલ્લા પંચાયતની યોજાઈ બેઠક
  • અનેક એજન્ડાઓને બહાલી આપવામાં આવી

મોરબી: જીલ્લા પંચાયતની શુક્રવારે સામાન્ય સભા પ્રમુખ ચંદુભાઈ શિહોરા અને ડીડીઓ પરાગ ભગદેવના અધ્યક્ષસ્થાને પંચાયતની સામાન્ય સભા યોજાઈ હતી જે બેઠકમાં વિવિધ કમિટીઓની રચના કરવામાં આવી હતી તે ઉપરાંત અનેક એજન્ડાઓને બહાલી આપવામાં આવી હતી.

સભામાં વિવિધ કમિટીઓની રચના કરવામાં આવી


શુક્રવારે જીલ્લા પંચાયતની સામાન્ય સભામાં કમિટીઓની રચના કરવામાં આવી હતી જેમાં કારોબારી સમિતિમાં પડસુંબીયા જયંતીલાલ દામજીભાઈ, શિક્ષણ સમિતિમાં સોનાગ્રા પ્રવીણભાઈ ત્રિભોવનભાઈ, ઉત્પાદન, સહકાર અને સિંચાઈ સમિતિમાં કડીવાર ચંદ્રિકાબેન નાથુભાઈ, મહિલા અને બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિમાં ડાંગરોચા સરોજબેન વાઘજીભાઈ, અપીલ સમિતિમાં શિહોરા ચંદુભાઈ, સામાજિક ન્યાય સમિતિમાં પારેઘી હંસાબેન જેઠાભાઈ, જાહેર આરોગ્ય સમિતિમાં ટમાંરીયા હિરલાલ જીવણભાઈ, જાહેર બાંધકામ સમિતિમાં લોરિયા અજયભાઈ મનસુખભાઈને નિમણુક આપવામાં આવી છે જે હોદેદારોને જે તે કમિટીના ચેરમેન બનાવામાં આવશે.

આ પણ વાંચો : તૌકતે વાવાઝોડાએ સર્જેલા વિનાશને પહોંચી વળવા ગુજરાતને રૂપિયા 1 હજાર કરોડની સહાય

વાવાઝોડા અને વરસાદથી ખેતી અને મીઠાને નુકશાની અંગે રજૂઆત

તે ઉપરાંત શુક્રવારે બેઠકમાં 28 એજન્ડાઓ રજુ કરવામાં આવ્યા હતા જે પૈકી જીલ્લા પંચાયત સ્વભંડોળ (સ્ટેમ્પ ડ્યુટી) ગ્રાન્ટમાંથી છેલ્લા ચાર વર્ષમાં જે કામોને વહીવટી મંજુરી આપવામાં આવી છે અને આ ગ્રાન્ટ તાલુકા વિકાસ અધિકારીને ફાળવવામાં આવી છે તે કામોને ચાલુ વર્ષમાં મુદત વધારાની બહાલી આપવી, જે કામોને સૈદ્ધાંતિક મંજુરી/ વહીવટી મંજુરી આપવામાં આવી હતી. તે કામોની હેતુફેર કરવાની માંગણી અંગે મંજુરી આપવા નિર્ણય કરવામાં આવ્યો છે, જે કામોને સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે તે કામોને વહીવટી મંજુરી આપવાની દરખાસ્ત રજુ થઈ હતી તે કામોને વહીવટી મંજુરી આપવામાં આવી હતી, રેતી રોયલ્ટી ગ્રાન્ટમાંથી વર્ષ 2020-21ના જે કામોની તાલુકા કક્ષાએથી વહીવટી મંજુરી માટે આવેલ દરખાસ્તોને મંજુરી આપવામાં આવી છે, આ સહિતના છ એજન્ડાઓ હાલ મુલતવી રાખેલ છે જયારે બાકીના એજન્ડાઓને બહાલી આપવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details