મોરબી જિલ્લામાં બાળકોની ફરી સરકારી શાળા તરફ કુચ
મોરબી : સરકારી શાળામાં પુરતો સ્ટાફ ન હોય અને યોગ્ય શિક્ષણ ન આપવામાં આવતું હોવાથી વાલીઓ ચિંતિત થઈને તેના બાળકોને ખાનગી શાળામાં અભ્યાસ માટે બેસાડતા હતાં, ત્યારે મોરબી જીલ્લામાં ૫૯૬ સરકારી પ્રાથમિક શાળા આવેલ છે. હાલમાં જીલ્લા પ્રાથમિક શિક્ષણના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લાના આચાર્યો અને શિક્ષકોના સહયોગથી વાલીઓનો સરકારી શાળામાં વિશ્વાસ વધ્યો છે અને તેના બાળકોને સરકારીમાં બેસાડવા લાગ્યા છે.
સરકારી શાળામાં બાળકોને જ્ઞાનકુલ પ્રોજેક્ટ, શાળા દર્પણ કાર્યક્રમ સહિતના કાર્યક્રમો થકી બાળકોને જ્ઞાન સાથે ગમ્મત આપીને યોગ્ય શિક્ષણ આપવમાં આવી રહ્યું છે, ત્યારે મોરબી જીલ્લાની ખાનગી શાળામાંથી બાળકો સરકારી તરફ વળ્યા છે અને મોરબીની માધાપર કન્યા-બોયઝ શાળામાં વિધાર્થીઓ પરત આવ્યા છે, ત્યારે જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી આ અંગે જણાવ્યું કે મોરબી જીલ્લામાં ધોરણ ૨ થી ૮ માં અભ્યાસ કરતા ૧૦૯૮ બાળકો શાળામાં પરત ફર્યા છે અને મોરબી જીલ્લા શિક્ષણ તંત્રએ વાલીઓનો ફરી વિશ્વાસ કેળવ્યો છે.