ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીના મચ્છુ ડેમમાં ઝંપલાવનાર યુવતીનો મૃતદેહ મળ્યો - The young woman committed suicide

મોરબીના આરટીઓ પુલ નજીક એક યુવતીએ મચ્છુ ૩ ડેમમાં ઝંપલાવ્યું હતું. બનાવને પગલે મોરબી અને રાજકોટની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને કલાકોની જહેમત બાદ યુવતીનો મૃતદેહ ફાયર ટીમને હાથ લાગ્યો હતો.

xx
મોરબીના મચ્છુ ડેમમાં ઝંપલાવનાર યુવતીનો મૃતદેહ મળ્યો

By

Published : Jun 20, 2021, 11:41 AM IST

  • મચ્છુ ડેમમા અગમ્ય કારણોસર યુવતીએ આત્મહત્યા કરી
  • મોરબીની રેહવાસી યુવતી
  • પોલીસે ઘટનાની તપાસ આગળ હાથ ધરી


મોરબી: જિલ્લાના બાયપાસ આરટીઓ પુલ નજીક એક યુવતીએ સાંજના સમયે અગમ્ય કારણોસર ડેમમાં ઝંપલાવ્યું હતું. ઘટનાની જાણ થતા આજુ બાજુના લોકો ડેમ પાસે ટોળે વળ્યા હતા અને પોલીસને આ વિશે જાણકારી આપી હતી.

રાતે ઓપરેશન સ્થગિત કરવુ પડ્યું

મોરબી ફાયર લાશ્કરો દ્વારા રાત્રે જ યુવતીને શોધવા સર્ચ ઓપરેશન શરુ કર્યું હતું જોકે અંધકારને કારણે ઓપરેશન સ્થગિત કરવું પડ્યું હતું. વહેલી સવારે મોરબી તેમજ રાજકોટ ફાયરની ટીમે સંયુક્ત રીતે સર્ચ શરુ કર્યું હતું કલાકો સુધી ફાયર ટીમે શોધખોળ કર્યા બાદ શનિવારે બપોરે યુવતીનો મૃતદેહ ફાયર ટીમને શોધી કાઢવામાં સફળતા મળી હતી.

આ પણ વાંચો : આણંદમાં પિતાએ 2 નાની બાળકીઓની હત્યા કરી પોતાના જીવનનો અંત આણ્યો

યુવતી મોરબીની રહેવાસી

મૃતક યુવતી બિપાશા હરેશભાઈ શાહ (ઉ.વ.19) હોવાનું જાણવા મળ્યું હતું. યુવતી મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ નજીક રહેતી હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી. બનાવને પગલે મોરબી તાલુકા પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. તેમજ પ્રાથમિક દ્રષ્ટીએ બનાવ આપઘાતનો હોય જેથી આપઘાતનું કારણ જાણવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો : ખેડામાં આત્મહત્યાની 2 ઘટનામાં 2ના મોત, 2 ગંભીર

ABOUT THE AUTHOR

...view details