મોરબી કોર્ટના ફોજદારી કેસ ન.૭૩૨૫/૨૦૧૯ ના કેસમાં મૂળજી દેવજીભાઈ સોલંકી સહિતના ત્રણ આરોપીઓ છે અને કોર્ટ દ્વારા સમગ્ર દૈનિક બોર્ડનું કોલ આઉટ ચાલુ હતું ત્યારે આ આરોપીઓના પોકાર કરવામાં આવેલ હતો.ત્યારે આરોપી મુળજીભાઈ દેવજીભાઈ સોલંકી કોર્ટની કાર્યવાહીમાં ઉભા થઈ અને ભરી કોર્ટમાં ” તારીખ કેમ નથી આપતાં, મને કેમ બેસાડી રાખો છો ? પૈસા લઈને તમે માણસાઈ મૂકી દીધી છે.
મોરબી કોર્ટમાં આરોપીનું અભદ્ર વર્તન, ફરિયાદ નોધાઇ - મોરબી કર્ટમાં આરોપીની ગેરર્વતુર્ણક
મોરબી કોર્ટમાં કેસમાં હાજરી આપવા આવેલા આરોપીએ મેજિસ્ટ્રેટ સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરી અપશબ્દો બોલી વકીલ પર હુમલો કર્યો હતો. પોલીસ ફરીયાદ નોંધાઈ હતી. મોરબીની ચીફ જયુંડિશયલ મેજી.ની કોર્ટમાં ફરજ બજાવતાં કર્મચારીએ મોરબી B-ડીવીઝન પોલીસ મથકે આ બાબતે ફરજમાં રૂકાવટની પોલીસ ફરીયાદ નોંધાવી છે.
કુદરત નહીં છોડે હું તને ખોટા કેસમાં ફીટ કરાવી દઈશ,તેવો અભદ્ર વાણી વિલાસ કરી કોર્ટમાં ઉપસ્થિત પક્ષકારો અને સ્ટાફની હાજરીમાં ઇરાદાપૂર્વક વિક્ષેપ કર્યો આરોપીના આવા ગરવર્તણૂક ના કારણે કોર્ટની અન્ય કામગીરી ને નોંધપાત્ર રીતે અસર થયેલ છે અને કોર્ટની ગરીમા ને પણ લાંછન લાગ્યું છે સાથે જ આરોપીએ ઈરાદાપૂર્વક પ્રિસાઇડીગ ઓફિસરનું તથા કોર્ટનું અપમાન કરેલ છે અને સમગ્ર કોર્ટની કાર્યવાહી ને અડચણ ઉભી થાય એવું કૃત્ય કરયા બાદ આરોપી મુળજીભાઈ સોલંકી કોર્ટમાં બેભાન થઈ પડી જવાનું નાટક કર્યું હતું અને બાદમાં સુતા સુતા મોબાઈલમાં વાતો કરતા હતા.
જો કે કોર્ટ દ્વારા 108 એમ્બ્યુલન્સ ને જાણ કરતા 108 ના સ્ટાફે આવું આરોપીને સ્ટેચર પર લઈ જવાનો પ્રયત્ન કરવા છતાં આરોપીએ મેડિકલ ટીમને પણ સહકાર આપ્યો ન હતો.સ્ટેચરમાંથી ઉભા થઇ વકીલ એમ.આર.ઓઝાનો કાંઠલો પકડી ગાળો આપી લાફો ઝીંકી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. કોર્ટ સંકુલમાં ભયનું વાતવરણ ઉભું કર્યુ છે. આઈપીસી કલમ 186,228,323,504,506(2) હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી પોલીસે હાથ ધરી છે તો જે ધટના બની તેના વિરોધમાં મોરબી કોર્ટના વકીલો આજે કોર્ટ કામગીરીથી અળગા રહ્યા હતા અને મોરબી જીલ્લાના કોઈપણ વકીલે આરોપી મુળજી સોલંકીનો કેસ ન લડવા ઠરાવ કર્યો છે