મોરબી જીલ્લાના નાની સિંચાઈ કોભાંડમાં નિવૃત ઈજનેર, ધારાસભ્ય તેમજ વકીલ સહિતના 6 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ રાજકોટની ખાનગી કંપનીના કર્મચારીની અટકાયત કરવામાં આવી હતી. તેમજ કોભાંડમાં સંડોવાયેલ તમામ આરોપીને ઝડપી લેવા DYSPની ટીમ તપાસ ચલાવતી હતી. જેમાં હળવદના સુંદરગઢ ગામના સામાજિક કાર્યકર ચતુરભાઈ મગનભાઈ ચરમારી નામનો આરોપી HCમાંથી આગોતરા જામીન મેળવીને પોલીસ સમક્ષ હાજર થયો હતો.
મોરબીના નાની સિંચાઈ કૌભાંડમાં સામાજિક કાર્યકરની અટકાયત
મોરબી: શહેરના ચકચારી સિંચાઈ કૌભાંડ યોજનામાં ધારાસભ્ય સહિતના સાત આરોપીની ધરપકડ કર્યા બાદ હજુ પણ ફરાર આરોપીને ઝડપી લેવા કવાયત ચાલી રહી છે. જેમાં હળવદના સુંદરગઢ ગામના સામાજિક કાર્યકરની અટકાયત કરવામાં આવી છે.
મોરબીના નાની સિંચાઈ કોભાંડમાં સામાજિક કાર્યકરની અટકાયત
સિંચાઈ કોભાંડમાં હજુ અનેક મોટા માથાઓની સંડોવણી હોય તેવુ લાગી રહ્યુ છે. પોલીસ કોભાંડમાં સંડોવાયેલ ઈસમો સામે કાર્યવાહી કરી રહી છે. ધરપકડનો આંક હજુ પણ વધી શકે છે.