ગુજરાત

gujarat

ETV Bharat / state

વાંકાનેરમાં સમાજ સુરક્ષા ટીમે 12 દિવસમાં 10 બાળલગ્નો અટકાવ્યા

મોરબીઃ ઓદ્યોગિક રીતે વિકસિત મોરબી જીલ્લામાં હજુ બાળ લગ્નનું દુષણ જોવા મળી રહ્યું છે. સમાજ સુરક્ષા ટીમ દ્વારા સતત બાળ લગ્ન અટકાવવામાં આવી રહ્યા છે. આજે વધુ એક બાળલગ્ન અટકાવી કાયદાની સમજ આપવામાં આવી હતી. તો 12 દિવસમાં 10 બાળલગ્નો અટકાવ્યા હતા.

વાંકાનેર સમાજ સુરક્ષા ટીમે 12 દિવસમાં 10 બાળલગ્નો અટકાવ્યા

By

Published : May 20, 2019, 10:17 AM IST

આજે વાંકાનેર તાલુકા વિસ્તારમા બાળલગ્નની ફરિયાદના આધારે બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીની કચેરી મોરબી દ્વારા સ્થળ પર જઈને ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં એક દીકરીની ઉંમર નાની હોવાથી માલુમ પડયુ હતું.

બાળલગ્ન પ્રતિબંધક અધિકારી અનિલબેન એફ.પીપળીયા, પ્રોબેશન ઓફિસર સુનિલભાઈ રાઠોડ તેમજ રંજનબેન મકવાણા, સમીરભાઈ લધ્ધડનાઓએ વાંકાનેર તાલુકા પોલીસને સાથે રાખીને નાબાલિકના લગ્ન રોકી દીધા હતા. તેમજ ઉપસ્થિત લોકોને બાળલગ્ન પ્રતિબંધક ધારો 2006 સમજાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે છેલ્લા ૧૨ દિવસમાં સમાજ સુરક્ષા ટીમ દ્વારા કુલ ૧૦ બાળ લગ્નો અટકાવવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details