ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં કોંગ્રેસ આગેવાન પર હુમલાના બનાવમાં 6 આરોપી ઝડપાયા

મોરબીમાં વોર્ડ નંબર-1 ના કોંગ્રેસના કાર્યકરના ઘરે જઈને કોંગ્રેસ કાર્યકર અને તેના ભાઈ પર જીવલેણ હુમલો કરવાના બનાવમાં પોલીસે 8 લોકો સામે ગુન્હો નોંધી તપાસ ચલાવી હતી. જેમાં 6 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. તો અન્ય આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

મોરબીમાં કોંગ્રેસ આગેવાન પર હુમલાના બનાવમાં છ આરોપી ઝડપાયા
મોરબીમાં કોંગ્રેસ આગેવાન પર હુમલાના બનાવમાં છ આરોપી ઝડપાયા

By

Published : Feb 19, 2021, 10:34 AM IST

  • મોરબીમાં કોંગ્રેસ આગેવાન પર હુમલાના બનાવમાં છ આરોપી ઝડપાયા
  • જાહેરમાં ઘાતક હથિયારોથી હિચકારો હુમલો કરાયો હતો
  • પોલીસે આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.

મોરબી:જિલ્લાના વોર્ડ નંબર-1 ના કોંગ્રેસના કાર્યકરના ઘરે જઈને કોંગ્રેસ કાર્યકર અને તેના ભાઈ પર જીવલેણ હુમલો કરવાના બનાવમાં પોલીસે આઠ લોકો સામે ગુન્હો નોંધી તપાસ ચલાવી હતી જેમાં 6 શખ્સોને દબોચી લેવાયા છે તો અન્ય આરોપીની શોધખોળ ચલાવી છે.

આઠ લોકો સામે ફરિયાદ બાદ પોલીસે 6ની ધરપકડ કરી

મોરબીમાં સોમવારે ચૂંટણીના ઉમેદવારોના ફોર્મ ચકાસણી સમયે તાલુકા સેવા સદનમાં વોર્ડ નંબર-1 ના ભાજપના ઉમેદવાર અને પૂર્વ પાલિકા પ્રમુખ દેવાભાઈ અવાડિયાના જૂથ અને વોર્ડ નંબર-1 ના કોંગ્રેસના કાર્યકર કનુભાઈ લાડવાના જૂથ વચ્ચે છુટા હાથની મારામારીના બનાવ બાદ સમાધાન થયું હતું. સોમવારે સાંજના સમયે મોરબીના વાવડી રોડ વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહેતા કોંગ્રેસ કાર્યકર કનુભાઇ ઉર્ફે કર્નલભાઈ નરસીભાઈ લાડલા અને તેમના ભાઈ હરિભાઈ નરસીભાઇ લાડલાના ઘરે હથિયાર સાથે શખ્સોએ આતંક મચાવ્યો હતો.

મોરબીમાં કોંગ્રેસ આગેવાન પર હુમલાના બનાવમાં છ આરોપી ઝડપાયા

આરોપીઓએ તેના પર જીવલેણ હુમલો કરી બંને ભાઈઓને ઇજા પહોંચાડી હતી

કનુભાઈના ભાઈ હરિભાઈએ A ડિવિઝન પોલીસ સમક્ષ મોરબી પાલિકાના વોર્ડ-1 ના ભાજપના ઉમેદવાર અને પૂર્વ પાલિકા પ્રમુખ દેવાભાઈ અવાડિયાના ભત્રીજા, ઇમરાન જેડા અને અન્ય 6 જેટલા અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, તેમના ભાઈ કનુંભાઈ ઉર્ફે કર્નલભાઈને સવારે સેવા સદન ખાતે દેવાભાઈ સાથે માથાકુટ થઈ હતી. જેનો ખાર રાખીને આરોપીઓએ તેના ઘર પર જીવલેણ હુમલો કરીને બંને ભાઈઓને ઇજા પહોંચાડી હતી. બનાવ અંગે A ડિવિઝન પોલીસ મથકના PI બી.પી.સોનારાએ તપાસ હાથ ધરીને આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.

પોલીસે આઠ સામે ગુન્હો નોંધીને તપાસ ચલાવી

મોરબીમાં ચૂંટણીના માહોલમાં કોંગ્રેસ આગેવાન અને તેના ભાઈ પર ભાજપ ઉમેદવારના ભત્રીજા સહિતના શખ્શોએ હુમલો કર્યો હતો. પોલીસે આઠ સામે ગુન્હો નોંધી તપાસ ચલાવી હતી. જેમાં ઇમરાન જેડો, વિપુલ અવાડીયા, કાનભા ગઢવી, રફીક જામ, અસલમ શેખ અને જુનેદ એમ 6 ને ઝડપી લીધા હતા. જયારે અન્ય આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

ABOUT THE AUTHOR

...view details