હળવદ પંથકમાં એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યો હતો.જંયા બંધ મકાનમાં તસ્કરોએને તીજોરીની ચાવી હાથ લાગી જતા તિજોરીમાં રાખેલા રૂપિયા 14 લાખના દાગીના ચોરી કરી ફરાર થઇ ગયા હતા.જે મામલે ફરિયાદ નોંધી હળવદ પોલીસે વધુ તપાસ ચલાવી હતી.
બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું, 14 લાખના દાગીના લઈ ફરાર - હળવદ
હળવદ: મોરબી જિલ્લાના હળવદમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યો હતો. જેમાં મકાનમાંથી રૂપિયા 14 લાખના દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
મળતી વિગત મુજબ, હળવદના ગિરનારી નગરના રહેવાસી અને માર્કેટિંગ યાર્ડમાં દુકાનચલાવતા પ્રવીણભાઈ ઘનશ્યામભાઈ ચૌહાણ 11 આગસ્ટના રોજ સાંજના સમયે પોતાનું મકાન બંધ કરીને કામકાજ અર્થે રાયસંગ પર ગામે ગયા હતા. દરમિયાન તેનું મકાન બંધ હતું જેમાં તસ્કરોએ ધામા નાખીને મકાનના પાછળના ભાગેથી પ્રવેશ કર્યો હતો અને મકાનમાં પ્રવેશ કર્યા બાદ તસ્કરોને ઘરમાં જ રાખેલી મકાન માલિકની તિજોરીની ચાવી હાથ લાગી જતા તિજોરી ખોલતા તસ્કરોને જેકપોટ લાગ્યો હતો.તિજોરીમાં રાખેલા 14 લાખની કિમતના દાગીના તસ્કરો ચોરી ગયા હતા.
ઘરના માલિક પરત ફરતા ઘરમાં સામાન વેર વિખેર જોવા મળ્યો હતો અને તિજોરી ખોલી જોતા દાગીના ચોરી થયાનું સામે આવ્યું હતું.જે બાદ માલિકે પોલીસને આ ઘટનાની જાણ કરી હતી પોલીસે ચોરીના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.