ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીના ગાળા ગામ જવાના કાચા રસ્તે કાદવ-કીચડનું સામ્રાજ્ય, લોકોમાં આક્રોષ જોવા મળ્યો - gujaratinews

અમરેલીઃ ગુજરાત રાજ્યને મોડલ સ્ટેટ તરીકે રજૂ કરવામાં આવે છે અને ગુજરાતના વિકાસના ગાણા ગવાતા હોય છે, ત્યારે હજુ પણ ગુજરાતના ગામડાઓની સ્થિતિ સારી નથી તેનું જીવંત ઉદાહરણ ગાળા ગામમાં જોવા મળી રહ્યું છે, કારણકે આ ગામમાં હાઈવે પરથી જવા માટેનો કાચો રસ્તો છે, જે વરસાદમાં કાદવ કીચડમાં ફેરવાઈ જાય છે.

morbi

By

Published : Jun 19, 2019, 10:52 PM IST

મોરબી માળિયા હાઈવે પર આવેલા ગાળા ગામ આમ તો હાઈવે ટચ ગામ છે, પરંતુ હાઈવેથી અંદર ગામમાં જવાનો ત્રણ કિમી રોડ કાચો હોય તેમજ માટી પાથરવામાં આવી હોય જેથી હાલ વરસાદની સિઝનમાં રોડ પર કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળે છે.

વળી ગાળા ગામથી શાપર જવાનો પણ રસ્તો હોય જેથી તે ગ્રામજનો પણ ઉપયોગ કરતા હોય છે. હાઈવેથી અંદાજે 7 કિમી જેટલો રોડ બિસ્માર હાલતમાં જોવા મળે છે. વરસાદની મોસમમાં કાદવ કીચડનું સામ્રાજ્ય સ્થપાયું છે, જેથી પગપાળા જવું અશક્ય બની રહે છે, તો બાઈક પરથી પણ પસાર થવામાં પડી જવાનું 100 ટકા જોખમ રહેલું જ છે. જેથી ગ્રામજનોમાં રોષ ભભૂકી રહ્યો છે, સાથે જ વિકાસના ગાણા ગાતા નેતાઓ કેમ આ ગામને પાકો રોડ બનાવી આપતા નથી તેવા સવાલો પણ ઉઠાવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details