મોરબી: જિલ્લામાં રૂટીન સ્ક્રીનીંગ અંતર્ગત રવિવારે મોરબી સિવિલ, હળવદ, વાંકાનેર, ટંકારા અને માળીયા સહિતના સરકારી હોસ્પિટલ અને સીએચસી સેન્ટર ખાતેથી કુલ 243 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં મોરબી જિલ્લાના 20 જેટલા પત્રકારોના પણ સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમના રીપોર્ટ નેગેટિવ આવ્યા હતા.
મોરબી જિલ્લામાં 241 સેમ્પલના કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા - morbi corona news
મોરબી જિલ્લામાં પુલ સેમ્પલીંગ સંદર્ભે રૂટીન સ્ક્રીનીંગમાં ગઈકાલે કુલ 243 સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી 2 સેમ્પલ રિજેક્ટ કરવામાં આવ્યા છે. જયારે બાકીના 241 સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.
મોરબી જિલ્લામાં 241 સેમ્પલના રીપોર્ટ નેગેટિવ આવ્યા
ગઈકાલે લેવાયેલા 243 પૈકી 2 સેમ્પલ રીજેક્ટ થયા છે, જયારે પત્રકારો સહિતના બાકીના 241 સેમ્પલના રીપોર્ટ નેગેટિવ આવ્યા હતા.