શહેરમાં આવેલી વી.સી. હાઈસ્કૂલ ખાતે ચાર દિવસ સુધી ચાલેલા ભરતી કેમ્પમાં અગાઉ ઓનલાઈન એપ્લિકેશન કરવામાં આવી હતી. ત્યારબાદ આચાર્ય માટેના ઉમેદવારોના મૌખિર ઈન્ટરવ્યુ, ડોક્યુમેન્ટ અને સર્ટીફિકેટની ચકાસણી કરવામાં આવી હતી.
મોરબીમાં 27 આચાર્યની ખાલી જગ્યાઓ માટે ભરતી કેમ્પ યોજાયો
મોરબી: જિલ્લામાં 27 શાળાઓમાં આચાર્યની જગ્યા ખાલી પડેલી છે. જેને લઈને શિક્ષણ કાર્ય પણ પ્રભાવિત થઈ રહ્યું છે. ત્યારે સરકારના નિયમો અનુસાર આચાર્ય ભરતી કેમ્પ મોરબી ખાતે યોજવામાં આવ્યો હતો.
મોરબીમાં 27 આચાર્યની ખાલી જગ્યાઓ માટે ભરતી કેમ્પ યોજાયો
આ આચાર્ય ભરતી કેમ્પમાં જિલ્લા શિક્ષણાધિકારીના અંગત માર્ગદર્શન અને દેખરેખ હેઠળ યોજાયો હતો. સાથે જ ઉમેદવારોની પસંદગી કરીને આચાર્યની ખાલી જગ્યાઓ ભરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.