ગુજરાત

gujarat

ETV Bharat / state

હળવદના રાણેકપરમાં રેશનિંગની દુકાનનો પરવાનો રદ કરવાની ગ્રામજનોની માગ - morbi news

હળવદ તાલુકાના રાણેપર ગામે આવેલી સસ્તા અનાજની દુકાનના પરવાનેદાર ગામ લોકોને ઓછું અનાજ આપી બારોબાર અનાજ વેચી નાખતો હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો. ત્યારે તંત્ર દ્વારા આ પરવાનેદારને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. જેમાં ગ્રામજનોની માગ છે કે, તેને સસ્પેન્ડ નહીં પરંતુ કાયમી ધોરણે હટાવવામાં આવે.

હળવદ
હળવદ

By

Published : Jul 25, 2020, 9:54 AM IST

મોરબી: હળવદ તાલુકાના રાણેપર ગામે આવેલી સસ્તા અનાજની દુકાનના પરવાનેદાર ગામ લોકોને ઓછું અનાજ આપી બારોબાર અનાજ વેચી નાખતો હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો. જેથી પરવાનેદારને કાયમી ધોરણે હટાવવાની માગ સાથે ગત્ત તારીખ 24 ના રોજ ગ્રામજનો દ્વારા રાણેપર ગામમાં આવેલી સસ્તા અનાજની દુકાનને તાળાબંધી કરવામાં આવી હતી. તેમજ તેને હટાવવાની માગ સાથે ગામલોકો પ્રતિક ધરણાં પર ઉતરી ગયા હતા. જોકે, તંત્ર દ્વારા આ પરવાનેદારને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. જોકે, ગ્રામજનોને તે મંજૂર નથી અને માગ કરી રહ્યા છે કે, તેને સસ્પેન્ડ નહીં પરંતુ કાયમી ધોરણે હટાવવામાં આવે.

હળવદ તાલુકાના રાણેપર ગામે આવેલી સસ્તા અનાજની દુકાનનો પરવાનેદાર ગ્રામજનોને પાછલા 20 વર્ષથી ઓછું અનાજ આપી તેમજ કેટલાક ગામ લોકોના રેશનકાર્ડમાંથી નામ કાઢી નાખ્યા હોવાના ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે. જેને લઇ ત્રણ માસ અગાઉ ગ્રામજનો દ્વારા લેખિતમાં રજૂઆતો કરવામાં આવી હતી. જોકે, તે સમયે ગામ લોકોનો રોષ પારખી તંત્ર દ્વારા ત્રણ મહિના માટે અન્ય બીજા એક પરવાનેદારની નિમણુંક કરવામાં આવી હતી. જોકે, ત્રણ માસ પૂર્ણ થતાં જ રાણેપરના પરવાનેદાર છે, તે જ દુકાન ખોલતાં ગ્રામજનો રોષે ભરાયા હતા. તેમજ તા. 21ના રોજ સસ્તા અનાજની દુકાનોને તાળાબંધી કરી સરકાર દ્વારા અપાતો રાશનનો જથ્થો આ પરવાનેદાર બદલાય નહીં ત્યાં સુધી નહીં લેવા ગ્રામજનોએ જણાવ્યું હતું. આ સાથે પોતાની માંગ સાથે ગ્રામજનો પ્રતિક ધરણા પર ઉતર્યા હતા.

જોકે, તંત્ર દ્વારા રાણેપરની સસ્તા અનાજના દુકાનદારને સસ્પેન્ડ કરવામાં આવતા આ વિવાદનો અંત આવશે તેવું જણાઈ રહ્યું હતું. પરંતુ ગ્રામજનો પોતાની માગ સાથે મક્કમ છે અને જણાવી રહ્યા છે કે, સસ્પેન્ડ નહીં પરંતુ આ પરવાનેદારની કાયમી માટે હકાલપટ્ટી કરવામાં આવે અને અન્ય કોઈ વ્યક્તિની નિમણુંક કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. જેને લઈને સતત બીજા દિવસે પણ ગામના સરપંચ સહિત ગામના દરેક ઘરમાં એક વ્યક્તિ પણ પ્રતિક ધરણા પર બેસ્યા હતા. રાણેપરના ગ્રામજનો દ્વારા રાજ્યના અન્ન પુરવઠા મંત્રી જયેશ રાદડીયાને પોસ્ટકાર્ડ લખી સસ્તા અનાજની દુકાનના પરવાનેદારને કાયમી માટે હટાવવાની માગ કરી છે ગામના દરેક ઘરમાંથી એક એક વ્યક્તિ દ્વારા પોસ્ટકાર્ડ લખવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details