- રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા સરાહનીય કામગીરી
- હાઈવે પર બેસતા ઢોરના ગળામાં પેહરાવ્યા રેડિયમ બેલ્ટ
- અકસ્માત નિવારી ઢોર અને માનવ જીદંગી બચાવવાનો પ્રયાસ
મોરબી: રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા નેશનલ ફોરટ્રેક હાઈવે પર રાતના સમયે ઉભા રહેતા અને બેસતા ઢોરના ગળામાં રેડિયમ બેલ્ટ પહેરાવીને અકસ્માત નિવારવા માટે એક પ્રયાસ કરવામાં આવ્યો હતો. હળવદના હાઈવે રોડ ઉપર અને ચોકડીની આસપાસના વિસ્તારમાં ડિવાઇડર પર રાત્રીના સુમારે મોટી સંખ્યામાં ગૌ વંશ બેઠા હોય છે. જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડે છે. તેમજ અનેકવાર અકસ્માતના બનાવો પણ બનતા હોય છે. જે અકસ્માતમાં માનવ અને પશુ જીવન બંનેના ભોગ લેવાય છે. જેને રોકવા માટે રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા રોડ પર બેસતા ગૌ વંશના ગળામાં બેલ્ટ પહેરાવવામાં આવ્યા હતા. જેથી દૂરથી જ લાઈટનો પ્રકાશ પડે અને વાહન ચાલકને ખ્યાલ આવે અને અકસ્માત નિવારી શકાય. વાહન ચાલકો પણ સુરક્ષિત બને અને ઢોરને પણ બચાવીને જીવદયાનું કાર્ય કર્યું હતું.