ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં BAPS શિલાન્યાસ મહોત્સવમાં સૌરાષ્ટ્રની 5000થી વધુ મહિલાઓ જોડાઈ

મોરબી: મંદિર શિલાન્યાસ મહોત્સવ ઉપક્રમે BAPS સ્વામિનારાયણ મંદિરના પ્રાંગણમાં BAPS સંસ્થાની બાલિકા, કિશોરી અને મહિલા પ્રવૃત્તિ દ્વારા સંયુક્ત રીતે મહિલા સંમેલન યોજાયેલું. જેમાં મોરબી, રાજકોટ, ગોંડલ અને મોરબીની આસપાસના ગામડાઓમાંથી કુલ 5000 થી અધિક મહિલા ભક્તો-ભાવિકોએ લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં બહેનો દ્વારા નૃત્યો, સંવાદ તથા રાસ વગેરે રજૂ થયેલ. જેમાં કલા અને સંગીત સાથે ભક્તિનો અનેરો સંગમ હતો. સમગ્ર કાર્યક્રમની પ્રસ્તુતિ કુલ 111 બહેનોએ કરી હતી. જેઓ છેલ્લા એક મહિનાથી આ કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરી રહ્યા હતા.

મોરબી

By

Published : Jun 14, 2019, 6:15 PM IST

વિરાટ મહિલા સંમેલનમાં ડોકટરો, શિક્ષિકાઓ, પ્રિન્સીપાલો, સામાજિક સંસ્થાના અગ્રણીઓ તેમજ વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મહેમાન તરીકે અમૃતાબેન કુંડારીયા, કાંતાબેન વરમોરા, ભાવનાબેન વરમોરા તથા મહિલા સત્સંગ મંડળ રાજકોટથી ક્રિષ્નાબેન રામોલીયા, ગોંડલથી રમાબેન માથુકીયા તેમજ ભાવનાબેન મીરાણી, ધર્મિષ્ઠાબેન કડીવાર ઉપસ્થિત રહ્યા હતા.

મોરબી BAPS શિલાન્યાસ મહોત્સવમાં આયોજિત મહિલા સંમેલનમાં સૌરાષ્ટ્રની 5000 થી વધુ મહિલાઓ જોડાઈ

કાર્યક્રમમાં મોરબી ક્ષેત્રના છેલ્લા 30 વર્ષથી સેવારત સંયોજક ઉર્મિલાબેન બહેનોને BAPS સંસ્થાની પ્રવૃત્તિ દ્વારા સામાજીક ચેતના કઈ રીતે પ્રગટાવવામાં આવે છે તેની પ્રેરક વાત કરી હતી. સંસ્કાર અને સંપનું મહત્વ વર્ણવી તેમણે બહેનોને કૌટુંબિક જીવનમાં સંવાદિતા જાળવવા પર ખાસ ભાર મૂકી જણાવ્યું હતું કે, બાળકોને બાલ્યાવસ્થાથી જ સંસ્કાર પર ભાર મુકવો.

મોરબી BAPS શિલાન્યાસ મહોત્સવમાં આયોજિત મહિલા સંમેલનમાં સૌરાષ્ટ્રની 5000 થી વધુ મહિલાઓ જોડાઈ

કાર્યક્રમના અંતે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના હરિકૃષ્ણ મહારાજની રજતતુલા સંપન્ન થઇ હતી. જેમાં બહેનોનો ભારે ઉત્સાહ નજરે પડતો હતો. આ પ્રસંગે તાજેતરમાં સારંગપુર ખાતે યોજાયેલ અખિલ ભારતીય અધિવેશનમાં વિજેતા થયેલ મોરબીની ત્રણેય યુવતીઓનું સન્માન કરવામાં આવેલ તથા મોરબીમાંથી સંત દીક્ષા પ્રાપ્ત કરેલ ત્રણ સંતોના માતુ રેવાબેન પટેલ, રમાબેન અઘારા અને મધુબેન ભીમાણીનું સન્માન કરાયું હતું. આમ સમગ્ર કાર્યક્રમ મહિલા અગ્રેસરો અને કાર્યકરોની જહેમતથી ખૂબ ધામધૂમ પૂર્વક ઉજવાઈ ગયો.

દરરોજ યોજાતી સાયં સભામાં સદગુરુવર્ય પૂજ્ય વિવેકસાગર સ્વામીએ પારાયણ કથાવાર્તાનો લાભ આપેલો જયારે હાસ્ય સંગત કાર્યક્રમમાં વિખ્યાત લોકપ્રિય હાસ્યકલાકાર ભાગ્યેશભાઈ વારાએ ઉપસ્થિત સહુ ભક્તોને હાસ્યમાં તરબોળ કર્યા હતા.

ABOUT THE AUTHOR

...view details