મોરબીમાં વેકેશન દરમિયાન બાળકો માટે ગણિત અને વિજ્ઞાનના કાર્યક્રમોનું કરાયું આયોજન - kmowledge
મોરબી: લોકવિજ્ઞાન કેન્દ્રમાં ગણિત અને વિજ્ઞાનની તાલીમ આપવા અને વિદ્યાર્થીઓને ગહન વિષયમાં રસ રૂચી લેતા થાય તેવા હેતુથી વિવિધ કાર્યક્રમો યોજાતા રહે છે જેમાં હાલ વેકેશનના સમયમાં ગણિત અને વિજ્ઞાનના કાર્યક્રમો યોજાય રહ્યા છે જેમાં વિવિધ ધોરણની કેટેગરી પ્રમાણે નીતનવા કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્ણ ભાગ લીધો હતો.
વીડિયો
સંસ્થાની કામગીરી અંગે સંચાલક જણાવ્યું હતું કે, વેકેશનના સમયનો બાળકો સદુપયોગ કરે અને વિજ્ઞાન તેમજ ગણિત વિષયમાં તેનું જ્ઞાન વધે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જયારે વેકેશનની સ્પેશ્યલ બેચનો લાભ લઇ રહેલા વિદ્યાર્થી જણાવે છે કે, તે હાલ માનવકૃતિનું જ્ઞાન મેળવી રહ્યા છે. માનવ શરીરની રચના સમજવા ઉપરાંત શરીરમાં હૃદય, ફેફસાં વગેરેનું કાર્ય કેવું હોય છે તે સમજી અને શીખી રહ્યા હોવાનું અને વેકેશન બેચમાં ખુબ શીખવા તેમજ જાણવા મળ્યું તેમ કહ્યું હતું.