મોરબીના જાગૃત નાગરિક અને સામાજિક કાર્યકરે મુખ્યપ્રધાનને પાઠવેલા પત્રમાં જણાવ્યું હતું કે, અમારી રજૂઆત મોરબીની ગરીબ પ્રજાના હીત માટે છે. મોરબી જિલ્લાની એકમાત્ર સરકારી હોસ્પિટલ છે.
મોરબી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર્સની નિમણૂંક કરવા CMને પત્ર - morbi
મોરબી:મોરબીમાં શહેરની સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટરોની નિમણૂંક અને રેગ્યુલર ડોક્ટર મળવા અંગે સામાજીક કાર્યકર વિવેક મીરાણીએ મુખ્યપ્રધાનને પત્ર લખી રજૂઆત કરી છે.
આ હોસ્પિટલમાં ડો.દુધરેજીયા સાહેબના વહીવટના કારણે ખોરંભે ચડેલ છે. તો બીજી તરફ સિવિલ હોસ્ટિપટલમાં ડોક્ટર ન હોવાથી પ્રાઈવટ હોસ્પિટલો ઉઘાડી લૂંટ ચલાવે છે. ત્યારે માં અમૃતમ કાર્ડનો ઉપયોગ થતો હોવા છતાં ખોટા ખર્ચમાં ઉતારી દેવામાં આવે છે.
વધુમાં જણાવતા કહ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં પુરતો સ્ટાફ ન હોવાના કારણે દર્દીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેથી ડોક્ટર દુધરેજીયાની બદલી કરવામાં આવે અને વહીવટી સુધારા કરવામાં આવે. આમ સામાજીક કાર્યકરે આ પત્ર લખી મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ સિવિલ હોસ્પીટલમાં ડોકટરોની ભરતી તેમજ વહીવટ મામલે અનેક રજુઆતો કરવામાં આવી છે, ત્યારે હવે જોવાનું એ રહ્યું કે હવે સરકાર આ મામલે ગંભીરતા દાખવે છે કે, પછી જૈસે થે જેવી સ્થિતિ રહેશે.