મોરબીના લાયન્સનગરમાં રહેતા ઇલાબેન સંજયભાઈ જોષીના રહેણાંક મકાને તેનો દીકરો રવિને આરોપી સુરજ ઉર્ફે પપ્પુ ગઢવી સાથે મોબાઈલમાં ગાળો બોલવા બાબતે ઝધડો થતા મારામારી થયેલ હોય જેનો ખાર રાખી આરોપી ઇકબાલ મીયાણો, અબુ પારકર, રાજ્યો અને સુરજ ઉર્ફે પપ્પુ ગઢવીએ લાકડાના ધોકા, લોખંડના પાઈપ અને છરી જેવા હથિયારોથી ઈજા કરી હતી, સાથે ઘરના બારી-બારણા, ફળિયામાં રહેલ ગેંડીમાં તેમજ શેરીમાં પડેલ વાહનોમાં તોડફોડ કરીને નુકશાન કરી હોવાની ફરિયાદ ઈલાબેને મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નોધાવી છે. તો મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીમાં બે સ્થળે મારામારીના બનાવ, પોલીસ ફરિયાદ
મોરબીઃ લાયન્સનગરમાં રહેતા યુવાનને મોબાઈલમાં ગાળો બોલવા બબાતે થયેલ ઝધડાનો ખાર રાખી ચાર શખ્સોએ મારામારી કરીને ઘરમાં તોડફોડ કર્યાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે. જયારે ભવાની ચોકમાં નજીવી બાબતે ત્રણ શખ્શોએ આધેડને માર માર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે
જયારે અન્ય બનાવમાં મોરબીના વાવડી રોડ પર મીર પાર્કમાં રહેતા પર્ધુમનસિંહ ઉર્ફે પદુભા ખોડુભા રાણા ગત તા.30ના સાંજના સમયે ભવાની ચોક વિસ્તારમાં હોય દરમિયાન આરોપી ઈસ્માઈલ યારમહમદ બ્લોચએ ફરિયાદી પર્ધુમનસિંહ રાણાને કહેલ કે તું કેમ મારી કાર સામે જોવે છે તેમ કહી બોલાચાલી કરી આરોપી ઈસ્માઈલ બ્લોચએ ફોન કરતા આરોપી તોફીક રફીકભાઈ અને મુસ્તાકએ ત્યાં આવીને પહોચીને ફરિયાદી પર્ધુમનસિંહ રાણાને ત્રણેય આરોપીએ પટ્ટા વડે માર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પર્ધુમનસિંહએ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવી છે તો મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.