- કેટરિંગ એસોસિએશન દ્વારા લોકજાગૃતિનું કાર્ય.
- લગ્ન પ્રસંગ દરમિયાન સાવચેતી
- કોરોનાનું સંક્રમણ અટકાવવા કર્યો પ્રયાસ
મોરબીઃ હાલ લગ્નસરાની સીઝન ચાલી રહી છે, ત્યારે લગ્નમાં ઘણા લોકો ભેગા થતા હોય છે. પરંતુ હાલ કોરોના મહામારીના કારણે લગ્નના આયોજનમાં સરકાર દ્વારા છુટ આપવામાં આવી છે. તો માત્ર 100 વ્યક્તિને એકઠા કરીને લગ્ન સંપન કરવા પણ જણાવ્યું છે. ત્યારે લગ્ન પ્રસંગમાં 100થી વધુ વ્યક્તિઓ તો ભેગા નથી થતા પણ કોરોનાના સંક્રમણને અટકવવા માટે મોરબી કેટરિંગ એસોસિએશન અને તેના અગ્રણી સંજયભાઈ શેઠ દ્વારા મહત્વનો નિણર્ય લેવામાં આવ્યો છે.
મોરબી કેટરિંગ એસોસિએશન દ્વારા કોરોનાનું સંક્રમણના ન ફેલાઈ તે માટે રાખે છે આવી સાવચેતી લગ્નમાં મહેમાનો અને સ્ટાફને માસ્ક અને સેનેટાઈઝેશન કરાવ્યું
કોરોનાને કારણે કેટરિંગના તમામ સ્ટાફને હળવદવાળુ દૂધ પીવડાવવામાં આવે છે, તો માસ્ક અને હેન્ડ ગ્લોઝનો ફરજીયાત ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી કોઈ વ્યક્તિને પીરસવા સમયે કોરોનાની બીકના લાગે તો લગ્ન પ્રસંગમાં આવેલ તમામ લોકોને ફરજીયાત માસ્ક પહેરાવવામાં આવે છે. જેથી લગ્નમાં આવેલ તમામ વ્યક્તિ સ્વસ્થ પોતાના ઘરે પરત ફરે તો આ કેટરિંગ એસોસિએશનની કોરોનાની મહામારીને નાથવા લોક જાગૃતિ ફેલાવવાનું કામ કરી રહ્યું છે.
મોરબી કેટરિંગ એસોસિએશન દ્વારા કોરોનાનું સંક્રમણના ન ફેલાઈ તે માટે રાખે છે આ સાવચેતી