મોરબીના સામાજિક કાર્યકર મહાદેવગોહેલે માર્ગ અને મકાન વિભાગને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, મોરબી તાલુકા સેવા સદનમાં છેલ્લા બે વર્ષથી પીવાના પાણી માટે ફ્રીઝ તદન બંધ છે. જેથી કચેરીમાં આવતા અરજદારોને પીવાના પાણી માટે વલખા મારવા પડે છે. તેમજ તાલુકા સેવા સદનમાં સિક્યુરીટીની વ્યવસ્થા નહિ હોવાથી રજાના દિવસોમાં રખડતા ઢોર અંદર ઘુસી ગંદકી ફેલાવે છે.
મોરબી તાલુકા સેવાસદન રામભરોસે, કચેરીમાં પીવાનું પાણી પણ મળતું નથી - gujarati news
મોરબીઃ તાલુકા સેવાસદનમાં પ્રાથમિક સુવિધા સમાન પીવાના પાણીની પણ સગવડ નથી. તેમજ સિક્યુરિટીની નિમણુક કરવાની તાતી જરૂરિયાત હોવાથી સામાજિક કાર્યકરે માર્ગ અને મકાન વિભાગને લેખિત રજૂઆત કરી હતી.
સ્પોટ ફોટો
આ ઉપરાંત, આવારા તત્વો પણ બિલ્ડીંગને નુકશાન પહોંચાડે છે. અંદર લગાવેલા અગત્યના બેનરો તથા બારીના કાચ અને શૌચાલયના પથ્થર તોડી નાખ્યા હોવાથીઆ મામલે અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી.તેમ છતાં કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા આ બાબતને અગ્રતા આપીને યોગ્ય કરવાની માંગ કરવામાં આવી હતી.