ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં વર્ષાઋતુ-2019ના અનુસંધાને આગામી તૈયારી

મોરબીઃ આગામી વર્ષાઋતુ-2019ના અનુસંધાને સંભવિત ભારે વરસાદ, પુર, વાવાઝોડુ તથા કુદરતી આપતીના આયોજન સંદર્ભે જિલ્લા સેવા સદન, કલેકટર કચેરી, સભાખંડ ખાતે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

By

Published : May 29, 2019, 1:49 PM IST

મોરબી

કલેકટર આર. જે. માંકડીયાના અધ્યક્ષ પદે મીટીંગમાં તમામ તાલુકામાં રેઇનગેજ મશીન, બચાવ કામગીરી માટેના સાધનો, જનરેટર, પાણીના નિકાલ માટે ડી-વોટરીંગ પંપ વગેરે ચાલુ સ્થિતિમાં છે કે કેમ? રીલીફ અને રેસ્કયુ સાધનો કાર્યક્ષમ છે કે કેમ? તેની ચકાસણી કરી લેવી, જર્જરીત મિલકતો, તૂટી પડે તેવા વીજ પોલ, પૂલ અને અંડર પાસની સ્ટેબીલીટી ચકાસી લેવી, ભારે વરસાદ/વાવાઝોડાની પરિસ્થિતિમાં JCB, બુલડોઝર, ટ્રક વગેરે વાહનો માટેની જરૂરિયાત, ચીજવસ્તુઓ તથા દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રહે તેની ચકાસણી, શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં જોખમી વૃક્ષો, મકાનો, ઇમારતો ઉતારવા,નદી, તળાવોને ઉંડા ઉતારવા, ગટર તથા વરસાદી વહેણની સફાઇ કામગીરી હાથ ધરવી, સ્થળાંતરની પરિસ્થિતિમાં સ્થળાંતરીત લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવાના હેતુથી વાહનો તેમજ આશ્રય સ્થાનો નિર્ધારિત કરી લેવા, સ્વૈચ્છિક સંસ્થાઓ/સેવાભાવી સંસ્થાઓની યાદી અદ્યતન રાખવી તેમજ જરૂર પડયે આવી સંસ્થાઓનો ફુડ પેકેટ, ઘરવખરી વિતરણ વિગેરેમાં મદદ મેળવવી, વગેરે મીટીંગમાં ચર્ચા કરવામાં આવી હતી. તેમજ ઉપસ્થિત અધિકારીઓને આ અંગે આગામી વર્ષાઋતુ-2019 દરમિયાન સંભવિત કુદરતી આપતીમાં આગોતરા આયોજન કરવા સૂચનાઓ આપવામાં આવી હતી.

તાજેતરમાં સુરત ખાતે બનેલા બનાવના અનુસંધાને દરેક કચેરીઓ તથા સંસ્થાઓમાં અગ્નિસામક સાધનો ચકાસીને રાખવા અને તેની જાળવણી કરવા જિલ્લા પોલીસવડાએ અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એસ. એમ. ખટાણા, જિલ્લા પોલીસ વડા કરણરાજ વાઘેલા, અધિક નિવાસી કલેકટર કેતન જોશી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક જાડેજા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ગોહિલ તથા જિલ્લાના અધિકારીઓ હાજર રહ્યા હતાં.

ABOUT THE AUTHOR

...view details