ટંકારા તાલુકાના મિતાણા અને પ્રભુનગર ગામના બંને આંગડવાડી કેન્દ્ર ખાતે પોષણ પખવાડીયાની તબક્કાવાર ઉજવણી કરવામા આવી હતી. જે અંતરગત CHO હમીરપર અને ICDS ટંકારા, નેકનામ ગૃપ દ્વારા વાનગી નિદર્શન અને યોગ શિબિરનુ આયોજન કરાવામાં આવ્યું હતું.
ટંકારાના પ્રભુનગર અને મિતાણામા આંગણવાડી દ્વારા પોષણ પખવાડીયાની કરાઇ ઉજવણી
મોરબીઃ ટંકારા તાલુકાના મીતાણા અને પ્રભુનગર ગામમાં આંગણવાડી કેન્દ્ર દ્વારા શુક્રવારના રોજ પોષણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વાનગી નિદર્શન અને યોગ શિબિર જેવા કાર્યક્રમનું આયોજ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વાલીઓ તથા બાળકો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમનું આયોજન સુપરવાઈઝર સુધાબેન લશ્કરી, પભુનગર અને મિતાણાના આંગણવાડી વર્કર પૂર્વીબેન આર.ત્રિવેદી, સેમીનાબેન ખલિફાએ કરીને ગામડામા ડોર ટુ ડોર સંપર્ક કરી વાલીઓને નિમંત્રણ પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં ગામડાના વાલીઓ ઉપરાંત ગ્રામજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બાદમાં ભૂલકાઓને પિરસાતી વાનગીનુ નિદર્શન કરાવી માસુમ બાળકો માટે બનતી વાનગી માસુમોના આરોગ્યની કાળજી લઈને તૈયાર થતી હોવાની વાલીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બાદમા વાલીઓને પણ યોગ દ્વારા શરીર સૌષ્ઠવ જાળવવા માર્ગદર્શન મળે તે માટે યોગ શિબિર યોજી અને પ્રેક્ટીકલ જ્ઞાન આપવામાં આવ્યું હતું.