મોરબી જિલ્લામાં ચૂંટણી ફરજમાં અંદાજે 7 હજાર જેટલો સ્ટાફ રોકાયેલ છે. તેથી મંગળવારે મોરબીની વીસી હાઈસ્કુલ ખાતે મોરબીમાં ફરજ બજાવનાર 375 જેટલા કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યુ હતું. આ કર્મચારીઓને ચૂંટણીમાં વિવિધ સ્થળોએ ફરજ પર મોકલાય છે, જેથી આજે તેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
મોરબીમાં સર્વિસ વોટરોએ બેલટ પેપરથી કર્યું મતદાન
મોરબીઃ રાજ્યમાં લોકસભા ચૂંટણીની તમામ બેઠક પર આગામી 23 એપ્રિલના રોજ મતદાન યોજાનાર છે. આ ચૂંટણીમાં મતદાન સમયે ફરજ બજાવનાર પટ્ટાવાળા, ડ્રાઈવર, ઝોનલ ઓફિસર અને પોલીંગ સહિતનો સ્ટાફ મતદાનના અધિકારથી વંચિત રહી ન જાય તે હેતુથી મંગળવારે સર્વિસ વોટર માટે ચૂંટણી તંત્ર દ્વારા મતદાન યોજવામાં આવ્યુ હતું.
સર્વિસ વોટરોએ બેલટ પેપરથી કર્યું મતદાન
લોકસભા ચૂંટણીમાં સર્વિસ વોટર અગાઉ જ મતદાન કરી શકે તેવી વ્યવસ્થા ચુંટણી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. આ તકે ડેપ્યુટી કલેક્ટર શિવરાજસિંહ ખાચર, ડેપ્યુટી કલેક્ટર ગોસ્વામી, નાયબ મામલતદાર મારવાણીયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.