મોરબી : ટ્રાન્સપોર્ટના ધંધાર્થી સાથે ટ્રક ચાલકે છેતરપિંડી આચરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ટ્રક ચાલકે કોલસા ભરેલો ટ્રક લઈને તેની મૂળ જગ્યાએ ડિલિવરી કરવાના સ્થાને કોલસનો જથ્થો પોતાની પાસે રાખી (Morbi Truck driver cheated) લીધો હતો. આ બાબતે ટ્રાન્સપોર્ટના ધંધાર્થીએ પૂછપરછ કરતાં પોતાની જગ્યામાં કોલસો ખાલી કરી ખોટા વચનો આપી આરોપી બંધુઓએ રૂપિયા 5.16 લાખની છેતરપિંડી કરી હતી. સમગ્ર મામલે વેપારીએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. (Fraud case in Morbi)
ટ્રક મારફત કોલસો મોકલવામાં આવ્યો હરિયાણા મૂળ કચ્છ-ભુજના રહેવાસી રાજીવ શુક્લે માળિયા પોલીસમાં આરોપી ટ્રક ચાલક રામસિંગ યાદવ અને તેના ભાઈ સુલતાનરામ સુરજમલ યાદવ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતાં જણાવ્યું હતું કે, તેઓ લક્ષ્મી નગર ગામ પાસે આવેલ લક્ષ્મીપ્લાઝામા ફોર્ચ્યુન લોજીસ્ટીક નામે ઓફીસ રાખી ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા હોય અને ઘણા માલીકો તેમની ગાડીઓ લઈને આવતા ટ્રાન્સપોર્ટ મારફતે કોલસો ભરી મોરબીથી જે તે જગ્યાએ પહોંચાડતા હોય છે. ગત તારીખ 13મી માર્ચ 2022ના રોજ ટ્રક નંબર RJ-14-GH-4425ના માલીક રામસિંગ યાદવ પોતાનો ટ્રક લઈને ફોર્ચ્યુન લોજીસ્ટીક મારફતે મોરબીથી ભડીયાદ ગામ પાસે આવેલા પટેલ કોલમાથી રૂપિયા 4,10,767નો કોલસો પોતાની ટ્રકમાં ભરેલો હતો. (transport businessman Fraud in Morbi)
આ પણ વાંચોસોશિયલ મિડીયામાં દર્દભરી વાતો કરીને લાખો ખંખેરતા નાઇઝીરિયન