મોરબીમાં પોલીસે વાહન ચેકિંગ ઝુંબેશમાં 13800નો દંડ વસુલ્યો - check
મોરબીઃ જિલ્લામાં પોલીસ દ્વારા વાહન ચેકિંગ ઝુંબેશ ચલાવાય છે. જેમાં પોલીસે કુલ 386 વાહનોના ચેકિંગ કરી 85 કેસો તેમજ 18300 નો દંડ વસુલ કર્યો છે.
ફાઈલ ફોટો
મોરબી જિલ્લામાં વાહન અકસ્માત અને વાહન ચોરીના બનાવો અટકાવવા જિલ્લા એસપીના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ પોઈન્ટ પર વાહન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. મોરબી સીટી ટ્રાફિક શાખા અને જિલ્લાના પોલીસ સ્ટેશનો દ્વારા મંગળવાર રાત્રીના ચલાવેલી ટ્રાફિક ઝુંબેશમાં કુલ 386 વાહનોના ચેકિંગ કરવામાં આવ્યા હતા. જેમાં 6 વાહનો ડીટેઈન કરવા ઉપરાંત દારૂ પીને વાહન ચલાવવાના 7 કેસ, દારૂના 6 કેસો સહીત કુલ 85 કેસો સામે આવ્યા હતા. કુલ 18300 નો દંડ વસુલાયો કરવામાં આવ્યો છે.