- મોરબીના હળવદમાં મકાનમાં છુપાવી રાખેલો દારૂ ઝડપાયો
- બટુક આશ્રમની બાજુના મકાનમાં ચોરખાનામાં સંતાડ્યો હતો દારૂ
- મોરબી એલસીબી પોલીસે દારૂ કબજે કરી કાર્યવાહી હાથ ધરી
- એલસીબી ટીમે બાતમીના આધારે મકાનમાં તપાસ કરી હતી
મોરબીમાં મકાનમાં છુપાવી રાખેલો દારૂ પોલીસે પકડી પાડ્યો - સાપકડા ગામ
બુટલેગરો દારૂની હેરાફેરી અને વેચાણ માટે અવનવા નુસ્ખા અજમાવતા હોય છે, પરંતુ પોલીસ સમયાંતરે તે નુસ્ખાઓને રોકવામાં સફળ રહેતી હોય છે. એવામાં હળવદના સાપકડા ગામે બટુક આશ્રમની બાજુમાં નવા મકાનમાં ચોરખાનુ બનાવીને વિદેશી દારૂનો છુપાવીને રાખેલો જથ્થો મોરબી એલસીબી ટીમે કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીઃ મોરબી એલસીબીને બાતમી મળી હતી કે, હળવદના સાપકડા ગામમાં બટુક આશ્રમની બાજુમાં આવેલા એક મકાનમાં ચોરખાનું બનાવીને દારૂ સંતાડી રાખવામાં આવ્યો છે. હળવદ તાલુકાના સાપકડા ગામે રહેતા ઘનશ્યામસિંહ ગંભીરસિંહ ઝાલાએ સાપકડા ગામે બટુક આશ્રમની બાજુમાં નવું મકાન બનાવ્યું હતું, જેમાં ચોરખાનુ પણ બનાવ્યું હતું. આ ચોરખાનામાં તેણે વિદેશી દારૂ છુપાવીને રાખ્યો હતો. પોલીસને આ બાતમી મળી હતી. પોલીસે વિદેશી દારૂની બોટલ નંગ 308 કીમત રૂ. 92,400નો મુદ્દામાલ કબજે કરી આરોપી ઘનશ્યામસિંહ ગંભીરસિંહ ઝાલા (રહે. સાપકડા તા. હળવદવાળા) વિરૂદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અંગેનો ગુનો નોંધી એલસીબી ટીમે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.