પ્રાપ્ત માહિતી અનુસાર, વાંકાનેરના જ્વાસા રોડના રહેવાસી પ્રીતીકારીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી ડો. ભરતસિંહના દીકરાના લગ્નમાં પાણીના જગ તેમજ ઘોઘુભાના દીકરાના લગ્નમાં મંડપ સર્વિસનું બીલ ન આપવાજણાવ્યું હતું.
વાંકાનેરમાં લગ્નમાં ઘર્ષણ થતાં નોંધાઈ પોલીસ ફરિયાદ - gujarat
મોરબીઃ વાંકાનેરમાં લગ્ન પ્રસંગમાં પાણીના જગ અને લગ્નમાં મંડપ સર્વિસના બીલ બાબતે ઘર્ષણ થતાં શખ્સોએ બે યુવાનોને માર માર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
સ્પોટ ફોટો
ફરિયાદમાં વધુમાં જણાવાયું હતું કે, બીલ આપી દીધા છતાં મનમાં વૈમન્સ્ય રાખી આરોપી ડો. ભરતસિંહ, ડો. ભરતસિંહનો ભત્રીજો કૃષ્ણસિંહ, વનરાજસિંહ અને હકુભાએ ફરિયાદીના પતિ હરેશ કારિયા અને ભત્રીજાને ગાળો આપી મૂંઢ માર મારી ઓફિસમાં નુકશાન કર્યુ હતુ. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.