માળિયા પોલીસની સફળતા, મુદામાલ સહીત આરોપીની ધરપકડ - MALIYA
મોરબી: જિલ્લાના માળિયામાં ચોરીના ગુનામાં સંડોવાયેલા ઈસમને પોલીસે મહેસાણા જિલ્લામાંથી ઝડપી સમગ્ર મુદામાલ જપ્ત કર્યો છે.
મુદામાલ સહીત આરોપીની ધરપકડ
મોરબી જિલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચનાથી તેમજ ડીવાયએસપી બન્નો જોશીના માર્ગદર્શન હેઠળ માળિયા PSI જે. ડી. ઝાલાની ટીમે માળિયા પંથકમાં ચોરીના ગુનામાં સંડોવાયેલા અને નાસતા ફરતા આરોપી અરવિંદજી અદુજી ઠાકોરને ઝડપી લઈને આરોપીના હિસ્સામાં મળેલા ચાંદીના ચોરસા નાના-મોટા નંગ-8 કીંમત રૂપિયા 79,850 અને સોનાના ચોરસ નંગ-3 કીંમત રૂપિયા 1 લાખ સહીત કુલ 1,79,850નો મુદામાલ મહેસાણાથી રીકવર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.