ગુજરાત

gujarat

ETV Bharat / state

વાંકાનેરમાં અફીણની ખેતી કરનાર આધેડ રૂપિયા 18 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપાયો

વાંકાનેર તાલુકામાં આવેલા તરકીયા ગામેથી પોલીસે અફીણની ખેતી કરતા એક આધેડને રૂ.૧૮ લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. તેમજ પોલીસે ખેતરમાં વાવેલા કુલ 1951 જેટલા અફીણના ડુંડા કબ્જે કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

etv bharat
અફીણની ખેતી કરનારની ધરપકડ

By

Published : Mar 21, 2020, 12:44 AM IST

મોરબીઃ વાકાનેર તાલુકામાં પોલીસે અફીણની ખેતી કરતા એક આધેડને રૂ.૧૮ લાખથી વધુને મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. તેમજ પોલીસે ખેતરમાં વાવેલા કુલ 1951 જેટલા અફીણના ડુંડા કબ્જે કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેરમાં અફીણની ખેતી કરનાર આધેડ રૂ. ૧૮ લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપાયો

તાલુકામાં ફરજ બજાવતા પ્રોબેશનલ ડીવાયએસપી એમ. પી. ચૌધરી અને પીએસઆઇ આર. પી. જાડેજાએ સ્ટાફ સાથે મળી વાંકાનેર તાલુકામાં આવેલા તરકીયા ગામે આરોપી નાથાભાઈ ભલાભાઇ મકવાણા કે જેઓ જેસીંગભાઇ છનાભાઈ કોળીના ખેતરમાં આરોપી ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર બિનઅધિકૃત રીતે માદક પદાર્થ અફીણના છોડ આશરે 1951 ડુંડા સાથેના છોડ વાવી ગેરકાયદેસર અફીણની ખેતી કરી ડુંડાઓને ધારદાર વસ્તુઓથી ચેકા મારી તેમાંથી માદક પદાર્થ અફીણનો રસ મેળવી અફીણની ખેતી કરી અફીણના ડૂંડા સાથેના છોડ નંગ 1951 જેનું વજન 225.57 કિલોગ્રામ જેની કિંમત 18,04,560 ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી NDPS કલમ 18 B મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details