ગુજરાત

gujarat

ETV Bharat / state

હવામાન વિભાગની આગાહીને પગલે મોરબીમાં મગફળીની ખરીદી મોકૂફ

લાભ પાંચમના મુહૂર્ત પર ધંધા રોજગારની શરૂઆત કરવામાં આવતી હોવાથી સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદી (Peanut purchase) ની આજે મંગળવારથી શરૂઆત કરી છે. હવામાન વિભાગ (Meteorological Department Forecast) ની કમોસમી વરસાદની આગાહીને પગલે મોરબી જિલ્લામાં આજે ખરીદી શરુ કરવામાં આવી નથી અને બુધવારથી ખરીદી કરવામાં આવશે.

Morbi's latest news
Morbi's latest news

By

Published : Nov 9, 2021, 2:24 PM IST

  • હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી
  • મોરબી જિલ્લામાં મગફળીની ખરીદી મોકૂફ
  • 1450 જેટલા ખેડૂતોએ મોરબી તાલુકામાંથી રજિસ્ટ્રેશન કરાવ્યું

મોરબી: સમગ્ર રાજ્યમાં મગફળીની ટેકાના ભાવે આજે મંગળવારથી ખરીદી (Peanut purchase) શરુ કરવામાં આવી છે. મોરબી જિલ્લામાં 9000 જેટલા ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં આજે લાભ પાંચમના પ્રવિત્ર પર્વ પર ધંધા રોજગારની શરૂઆત કરવામાં આવી હોય છે પણ મોરબી જિલ્લામાં આજથી મગફળીની ટેકાના ભાવે ખરીદી શરુ કરવામાં આવી નથી.

હવામાન વિભાગની આગાહીને પગલે મોરબીમાં મગફળીની ખરીદી મૌકુફ

આ પણ વાંચો: રાજકોટ શહેર અને જિલ્લામાં 1 ઈંચ જેટલો વરસાદ નોંધાયો

આવતીકાલથી રાબેતા મુજબ ખરીદી શરુ થશે

હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદ (Meteorological Department Forecast) ની શક્યતાઓ દર્શાવવામાં આવી હતી. જેથી સાવચેતીના ભાગરૂપે મગફળીની ખરીદી (Peanut purchase) આજે મંગળવારથી શરુ નહિ કરવામાં આવે તેમજ આવતીકાલે બુધવારથી ખેડૂતોને મેસેજ મોકલીને ખરીદી માટે બોલાવવામાં આવનાર હોવાની માહિતી ખરીદી અધિકારીએ આપી હતી.

હવામાન વિભાગની આગાહીને પગલે મોરબીમાં મગફળીની ખરીદી મૌકુફ

આ પણ વાંચો: વિધાનસભામાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ આખો દિવસ રહ્યા હાજર, પરેશ ધાનાણીએ ગૃહપ્રધાન સંઘવીને જવાબ આપવા ન દીધો

ABOUT THE AUTHOR

...view details