- વાંકાનેર પોલીસે બાતમીના આધારે કરી કાર્યવાહી
- મેસરિયા ગામના તળાવ નજીકથી દેશી બંદૂક સાથે એક ઝડપાયો
- ચોટીલા તાલુકાનો શખ્સ બંદુક સાથે ઝડપાયો
વાંકાનેર: મેસરિયા ગામના તળાવ પાસેથી દેશી બંદૂક સાથે એક ઝડપાયો - man booked for keeping a gun
વાંકાનેર તાલુકાના મેસરિયા ગામના તળાવ પાસેથી પોલીસે એક આધેડને દેશી બનાવટની બંદૂક સાથે ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
વાંકાનેર: સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારવામાં આવ્યું હતુ. આ દરમિયાન મેસરિયા ગામના તળાવ પાસેથી પોલીસે એક આધેડને દેશી બનાવટની બંદુક સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે તેના વિરૂદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આરોપી સાથે જ બંદૂક લઈને ફરી રહ્યો હતો
વાંકાનેર તાલુકા પોલીસ ટીમ સ્થાનિક સ્વરાજની ચુંટણીને ધ્યાને લઈને પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન મેસરિયા ગામના તળાવ પાસે એક શખ્સ બંદૂક સાથે પસાર થવાનો હોવાની બાતમી મળતા પોલીસે મેસરિયા ગામે તપાસ કરતા તળાવ પાસેથી આરોપી ગોબર જુવાભાઈ ઓતરાદી(ઉ.વ.45)ને મળી આવ્યો હતો. તેની અંગજડતી કરતા તેની પાસેથી દેશી જામગરી બનાવટની મઝલ લોડ સિંગલ બેરલ બંદૂક મળી આવી હતી. જેથી પોલીસે તેની સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.