બનાવની મળતી માહિતી મુજબ મોરબીના ગાળા ગામના પાટિયા નજીક રવિવારે મોડી રાત્રે ત્યાંથી પસાર થતું. એક કન્ટેનર, એક ટ્રેક્ટર અને બાઈક વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતના બનાવમાં વિક્રમ નામના યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું જ્યારે કમલેશ શિંગારને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. આ મામલે પોલીસે બનાવની ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મોરબી નજીક ત્રિપલ અકસ્માતમાં એકનું મોત - gujarat
મોરબીઃ જિલ્લાના માળિયા હાઈવે પર તાજેતરમાં બે અકસ્માતમાં બે યુવાનના મોત બાદ ગત રાત્રીના વધુ એક અકસ્માત સર્જાયો હતો. જેમાં કન્ટેનર, ટ્રેક્ટર અને બાઈક વચ્ચે ત્રિપલ અકસ્માત થતા એક યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું જ્યારે અન્ય એકને ગંભીર ઈજા પહોંચી હતી.
સ્પોટ ફોટો
મહત્વનું છે કે, મોરબી-માળિયા હાઈવે પર અકસ્માતોના એક બાદ એક કિસ્સા સામે આવી રહ્યા છે વારંવાર સર્જાતા અકસ્માતમાં મહામુલી માનવજિંંદગી હોમાઈ રહી છે, ત્યારે તંત્ર અકસ્માતો રોકવા નક્કર પગલા ભરે તેવી માંગ ઉઠી રહી છે.