ગુજરાત

gujarat

ETV Bharat / state

વાંકાનેરના નવા ઢુવા નજીકથી પિસ્તોલ અને 10 કારતૂસ સાથે એકની ધરપકડ - One arrested with a pistol and 10 live cartridges near New Dhuwa

વાંકાનેર તાલુકાના નવા ઢુવા ગામેથી પોલીસે એક શખ્સને ગેરકાયદેસર પિસ્તોલ અને 10 નંગ કારતૂસ તેમજ મેગઝીન સાથે ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.

વાંકાનેરના નવા ઢુવા નજીકથી પિસ્તોલ અને 10 કારતૂસ સાથે એકની ધરપકડ
વાંકાનેરના નવા ઢુવા નજીકથી પિસ્તોલ અને 10 કારતૂસ સાથે એકની ધરપકડ

By

Published : May 13, 2021, 12:00 PM IST

  • નવા ઢુવામાં રહેતા આરોપી અશોક પાસેથી પોલીસે ગેરકાયદેસર બંદુક ઝડપી
  • 10 કારતૂસ, મેગઝીન સહિતનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો
  • અવધેશ ગૌરીશંકર રાયને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે

મોરબીઃ વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન બાતમીના આધારે વાંકાનેર તાલુકાના નવા ઢુવા ગામના ઝાપા પાસેથી આરોપી અશોક રતિલાલ અણીયારીયાને ઝડપી લઈને ગેરકાયદેસર હાથ બનાવટની 1 નંગ પિસ્તોલ કિંમત રૂપિયા 20 હજાર તેમજ 10 નંગ કારતૂસની કિંમત રૂપિયા 1000 અને એક મેગઝીન કિંમત રૂપિયા 500 મળીને રૂપિયા 21,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ પણ વાંચોઃભરૂચ ક્રાઈમ બ્રાન્ચે પાનોલી GIDCમાંથી પિસ્તોલ અને કારતૂસ સાથે બે આરોપીની ધરપકડ કરી

આરોપી વિરુદ્ધ આર્મ્સ એકટ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

ઝડપાયેલા આરોપીએ પિસ્તોલ વાંકાનેર તાલુકાના લાકડધાર ગામની સીમમાં આવેલા લેમ્બ કારખાનામાં રહેતા અવધેશ ગૌરીશંકર રાયવાળા પાસેથી લીધાની કબૂલાત કરી હતી. જેથી આરોપી વિરુદ્ધ આર્મ્સ એકટ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે તેમજ અવધેશ ગૌરીશંકર રાયને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details