જીલ્લા પોલીસવડા ડૉ. કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ LCB PI વી.બી. જાડેજાની LCB ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન LCB ટીમના રવિરાજસિંહ ઝાલાને મળેલી બાતમીને આધારે શનાળા રોડ GIDC નાકા પાસે રજની પ્લાઝામાં આવેલી દુકાનમાં દરોડો કરતા મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ્સ ચેલેન્જર બેંગ્લોર મેચ પર રનફેર અને હારજીતનો જુગાર રમતા શનાળા રોડ હાઉસિંગ બોર્ડમાં રહેનાર આરોપી દર્શન દિલીપભાઈ પરમારને ઝડપી લઈને તેની પાસેથી 15000 રોકડા, મોબાઈલ ત્રણ નંગ કીંમત 40,000 અને સેટટોપ બોક્સ ટીવી સહીત કુલ 71,200ની કિંમતનો મુદામાલ જપ્ત કર્યો હતો.
મોરબીમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા 1 ઝડપાયો
મોરબીઃ IPL સીઝન સાથે સટ્ટો રમવાની મોસમ પણ પુરબહારમાં જામી છે, ત્યારે ક્રિકેટ સટ્ટો રમતા ઇસમોને કાયદાનું ભાન કરાવવા પોલીસ સતત દરોડા કરી રહી છે. આવા જ એક દરોડામાં શનાળા રોડ પર ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો એક ઈસમ પોલીસની ઝપટે આવી ગયો હતો. પોલીસે તેને ઝડપી લઈને સમગ્ર મુદ્દામાલ કબજે કર્યો હતો.
ફાઈલ ફોટો
આરોપીને પુછતાછ કરાતા અન્ય એક જામનગરનો આરોપી વિજયસિંહ રાયજાદાનું નામ ખુલ્યુ હતું. પોલીસે તેને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.