પ્રાપ્ત માહિતી મુજબ, પાનેલી ગામના રહેવાસી મીઠાભાઇ હંસરાજભાઇ હડીયલ પોતાની મોટરસાયકલ પર જતા હતા,ત્યારે ત્યાંથી પસાર થતા ખનીજ ભરેલા ડમ્પરેતેમને અડફટે લેતા તેમનુ ઘટનાસ્થળ પર જ કરુણ મોત નિપજયુ હતુ. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં ખનીજની ચોરી વ્યાપક પ્રમાણ થતી હોવાના કારણે અવારનવાર અકસ્માતો સર્જાતા હોય છે. જેની અગાઉ વારંવાર અનેક રજૂઆતો તંત્રને કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઇપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી.
મોરબીમાં ખનીજ ભરેલા વાહનોથી અવારનવાર અકસ્માતો સર્જાતા લોકોમાં રોષ - MRB
મોરબીઃ મોરબી તાલુકામાં આવેલા પાનેલી ગામે ખનીજ ભરેલા ડમ્પરે એક બાઇકસવાર વૃધ્ધને અડફટે લેતા તેમનું ઘટનાસ્થળે મોત નિપજયુ હતું. ખનીજ ભરેલા વાહનોથી અવારનવાર અકસ્માતો સર્જાતા હોવાના કારણે ગ્રામજનોનો રોષ ભભૂકી ઉઠયો હતો. કલાકો સુધી રસ્તા પર ગ્રામજનો ઉતરી આવ્યા હતા અને મૃતદેહ સ્વીકારવાનો પણ ઇનકાર કરી દીધો હતો .
સ્પોટ ફોટો
ગ્રામજનોએ કલેકટર સ્થળ પર આવીને ખનીજચોરી અંગે કાર્યવાહીની ખાતરી ના આપે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવા ના પાડીદીધી હતી. મામલતદારે સ્થળ પર પહોંચી ગ્રામજનોની રજૂઆત સાંભળી હતી.ગ્રામજનોએ ખનીજ ભરેલા વાહનો બેફામ સ્પીડે દોડતા હોવાનું અને ખનીજચોરી રોકવા તંત્ર કડક પગલા ભરે તેવી પણ માંગ કરીહતી. ત્યારબાદમામલો થાળે પાડવામાં આવ્યો હતો અને પરિવારે મૃતદેહ સ્વીકારી લીધો હતો. આ બનાવની જાણ થતા પોલીસ ટીમે ઘટના સ્થળે પહોંચી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી.