ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં પરમાણુ ઉર્જા પ્લાન્ટના ઉપયોગ બાબતે સેમીનાર યોજાયો

મોરબીઃ પરમાણુ સહેલી ડો. નીલમ ગોયલ હાલ મોરબીમાં પરમાણુ ઉર્જા અંગે જાગૃતતા લાવા માટે અલગ અલગ જગ્યાએ સેમિનાર યોજી રહ્યા છે. તાજેતરમાં જ સિરામિક એસો. હોલ ખાતે એક સેમીનાર યોજવામાં આવ્યો હતો.

મોરબીના સિરામિક ઉદ્યોગ માટે યોગ્ય વિકલ્પ પરમાણુ વીજળી

By

Published : Jul 24, 2019, 1:04 PM IST

જેમાં સિરામિક એસોના હોદેદારો અને ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા. સેમીનારમાં ડો. નીલમ ગોયલે પીપીટી પ્રેઝન્ટેશન દ્વારા મોરબીની વિદ્યુત તેમજ તાપીય ઉષ્મા ઉર્જાની માંગ માટે 1000 મેગાવોટને પૂર્ણ સ્વદેશી ઝડપી બ્રીડર પરમાણુ ઉર્જા પ્લાન્ટની સ્થાપનાને શ્રેષ્ઠ બતાવ્યો હતો.

મોરબીના સિરામિક ઉદ્યોગ માટે યોગ્ય વિકલ્પ પરમાણુ વીજળી

વિદ્યુત ઉર્જાની પુરતી માટે 55 મેગાવોટ અને તાપીય ઉર્જાની પૂરતી માટે 850 મેગાવોટની જરૂર પડશે.મોરબીની ઇન્ડસ્ટ્રીઝને નિરંતર વીજળી માટે સોલાર પ્લાન્ટમાં પ્રતિ યુનિટ રૂ 12 નો ખર્ચ આવશે. જયારે ઝડપી બ્રીડર રીએકટર મોરબીને 2 રૂ પ્રતિ યુનિટના દરથી નિરંતર વીજળી પૂરી પાડવામાં આવશે.


ABOUT THE AUTHOR

...view details